તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધણિયોલમાં રસ્તા બાબતે મહિલા સહિત 3 પર હુમલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દહેગામના ધણિયોલ ગામે રહેતી એક મહિલાને ખેતરમાં જવાના રસ્તા બાબતે લાકડી વડે નાક પર માર મારી ઇજા પહોંચાડી તેમજ ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા મહિલાના ભત્રીજા અને દિયરને પણ ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો. મહિલાએ હુમલો કરનારા ત્રણ વ્યક્તિ વિરુદ્ધ રખિયાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

ધણિયોલ ગામે રહેતા લીલાબેન સોલંકી ગત રાત્રે તેમના ઘરે હતાં. તે સમયે સાડા નવેક વાગ્યાના અરસામાં તેમના કાકાજી રૂપસિંહ સોલંકી લીલાબેનના ઘરે આવ્યા હતાં અને તમારે ખેતરમાં જવાના રસ્તા પરથી નીકળવાનું નહીં. તેમ કહીને ગાળો બોલવા લાગ્યા હતાં. આથી તેમને ગાળો બોલવાની ના કહેતા તેઓ એકદમ ઉશ્કેરાઇ ગયા હતાં અને લાકડી લીલાબહેનને નાકના ભાગે મારી ઇજા પહોંચાડી હતી. તેવામાં લીલાબહેનનો ભત્રીજો પૂનમસિંહ તથા દિયર પ્રતાપસિંહ આવી ગયા હતા અને વચ્ચે છોડાવવા પડતા રૂપસિંહના દિકરા પ્રવિણસિંહ તથા રાયસિંહે આવી પહોંચીને પૂનમસિંહ અને પ્રતાપસિંહને ગડદાપાટુનો માર માર્યો હતો.

ઇજાગ્રસ્ત લીલાબહેનને રખિયાલ સરકારી દવાખાના બાદ ગાંધીનગર સિવિલ ખસેડાયા હતાં. આ અંગે લીલાબહેને રૂપસિંહ સોલંકી, પ્રવિણસિંહ સોલંકી અને રાયસિંહ સોલંકી વિરુદ્ધ રખિયાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મહિલાના ભત્રીજા અને દિયરને પણ માર માર્યો

અન્ય સમાચારો પણ છે...