તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્ન પ્રસંગમાં 4 ગાડીના કાચ તોડીને ચોરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દહેગામ | દહેગામના અમદાવાદ રોડ પર આવેલી લગ્નવાડીની બહાર ચાર પરિવારની પાર્ક કરાયેલી કારની બારીના કાચ તોડી તેમાંથી કપડા, રોકડ દાગીના તેમજ સ્કૂલ બેગ સહિતનો સામાન ચોરી તસ્કરો પલાયન થઇ ગયાની ઘટના બની હતી. પરિણામે લગ્ન માણી રહેલા યજમાન અને મહેમાનોમાં દહેશત વ્યાપી હતી. બનાવ અંગે પોલીસને જાણ કરાઇ હતી, પરંતુ ફરિયાદ નોંધાઇ નથી. આ બનાવ બાદ લગ્નમાં આવેલા લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.

ગાડીઓમાંથી ચોરી થવા છતાં ફરિયાદ નહિ નોંધાતાં અનેક અટકળોનો દોર
દહેગામ શહેરના અમદાવાદ રોડ પર જીઆઇડીસી સામે કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજવાડીમાં દહેગામના પરિવારના પુત્ર અને પુત્રીના લગ્નનું આયોજન રવિવારે સાંજે કરાયુ હતુ. લગ્નમાં ઘણા મહેમાનોએ વાડી નજીકની જગ્યા તેમજ રોડની સાઇડમાં કાર પાર્ક કરી હતી. લગ્નનો માહોલ બરાબર જામ્યો હતો, તે સમયે અંધારાનો લાભ લઇ તસ્કરોએ અમદાવાદના પાલડી વિસ્તારમા રહેતાં રાજેશભાઇ શાહની આઇ ટવેન્ટી કારનો કાચ તોડી બે લેડિઝ પર્સ કે જેમાં પાંચ હજારની રોકડ, સોનાનો દોરો, બુટી મળી 25,000ની મત્તાની ચોરી કરી હતી. જ્યારે મેમનગરમાં રહેતા જગદીશભાઇ ભટ્ટની રિટ્ઝ કારમાંથી થેલામાં રખાયેલા સાડી સહિત કપડા મળી પાંચ હજારની વસ્તુની ચોરી કરી હતી. થલતેજ રહેતા પ્રતિકભાઇ વ્યાસની કારમાંથી કપડા અને સાડી સહિત 10,000ની કિંમતના 3 થેલા ચોરાયા હતા. જયારે નિકોલ રહેતાં ગોપાલભાઇ ભટ્ટની સ્વીફટ કારમાંથી 2 થેલા ઉઠાવી ગયા હતા. જેમાં કપડા,રોકડ, સ્કુલબેગ તથા ડોક્યુમેન્ટ મળી પાંચેક હજારની વસ્તુઓ હતી.

લગ્ન પ્રસંગમાં હાજરી આપી એક પરિવારના સભ્ય કાર પાસે ગયા ત્યારે કારનો કાચ તૂટેલો અને વસ્તુઓની ચોરી થવાનું જણાતાં લગ્ન મંડપમાં આવી જાણ કરતા વાત વાયુવેગે પ્રસરી હતી. ત્યાર બાદ કાર લઇને આવનારા લોકો પાર્કિગમાં ગયા ત્યારે પાર્કિગ કરાયેલ ચાર કારના કાચ તૂટેલા હોવાનું અને ચોરી થઇ હોવાનું જણાતાં લોકોના ટોળે ટોળા જામ્યા હતા. કારના કાચ તોડી ચોરી થઇ હોવા અંગેની જાણ દહેગામ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે આવી થયેલ ચોરી અંગેનું વિવરણ લીધુ હતુ. પરંતુ આ અંગે કોઇ કાયદેસરની ફરિયાદ નોંધાવા પામી ન હતી.

દહેગામની લગ્નવાડી પાસે કારના કાચ તોડી તસ્કરો તેમાંથી સામાનની ચોરી ગયા હતા. તસવીર: શરીફ શેખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો