તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેહગામમાં 49 વેપારી પાસેથી વહીવટી ચાર્જ વસૂલાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરાયણ પર્વ અંતર્ગત દહેગામ શહેરમાં જાહેર રસ્તાની બાજુમાં મંજૂરી વગર ઠેર-ઠેર પતંગની હાટડીઓ જામી છે. અનેક લોકો દ્વારા મંડપ બાંધીને પતંગ દોરી તથા ઊંધીયું જલેબીનું વેચાણ કરવામાં આવે છે જે અન્વયે દહેગામ નગર પાલિકાએ જાહેર રસ્તા પર મંડપ બાંધી વેપાર કરનારા વેપારીઓ પાસેથી વહીવટી ચાર્જ વસૂલ્યો હતો. જેમાં સરદાર શોપિંગ સેન્ટર, પૂર્ણિમા હાઇસ્કુલ રોડ, સેવા સદન રોડ, એસ.ટી.સ્ટેન્ડ સામે, ગોમતી કોમ્પ્લેક્સ જેવા વિસ્તારોમાં મંડપ બાંધી વેપાર કરતા 49 વેપારીઓ પાસેથી 200 રૂપિયા લેખે કુલ 8400 રૂપિયા વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.વહીવટી ચાર્જ વસૂલાતની કામગીરીમાં ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર દિપક અમીન, ફિલ્ડ વર્કર દિપક પટેલ, રોહિત પટેલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો