એક્ટિવાને અડફેટે લઈ ખર્ચ આપવાનું કહી કારચાલક ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામ રખિયાલ રોડ પર અહમદપુરા નજીક એક્ટિવા લઇને પસાર થઇ રહેલા યુવાનની એક્ટિવાને ફોર્ચ્યુનર કારના ચાલકે ટક્કર મારતાં યુવાનને માથા પગના ભાગે ઇજા પહોંચી હતી.

અકસ્માત બાદ કાર ચાલક દ્વારા સારવારનો ખર્ચ આપવાનું જણાવાયા બાદ તેને દહેગામના સરકારી દવાખાનેથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. ત્યાર બાદ માથામાં વધુ ઇજા હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માત કરનાર ગાડીનો ચાલક ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી જતો રહેતાં ઇજાગ્રસ્ત યુવાનના પિતાએ તેની વિરૂધ્ધ દહેગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અહમદપુરા ખાતે રહેતો 20 વર્ષિય સંજય બાદરજી ઠાકોર એક્ટિવા લઇ નિકળ્યો હતો. દરમિયાન માર્ગ પરથી પસાર થઇ રહેલી જીજે16 સીએચ 4599 નંબરની ફોર્ચ્યુનર કારના ચાલકે સંજયની એક્ટિવાને ટક્કર મારતા નીચે પડી જવાના કારણે માથા પગ અને થાપાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેને પ્રથમ દહેગામના સરકારી દવાખાનેથી ગાંધીનગર સિવિલ અને ત્યાંથી અમદાવાદ સિવિલ માં હાલતમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...