તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેગામમાં 3 શખસોને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણી ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે વાત પર ભારતના ચૂંટણી પંચે વધુ ભાર મુક્યો છે. ત્યારે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા અને કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ બને તેવા ઇસમો સામે પાસા તેમજ હદપાર કરવાની કાર્યવાહી અંતર્ગત દહેગામ ખાતે મારામારી અને લૂંટફાટના ગુન્હામાં સંડોવાયેલા ત્રણ શખ્સો સામે પોલીસે કરેલી પાસાની દરખાસ્તને જિલ્લા મેજીસ્ટ્રેટે મંજૂર કરતાં ત્રણેની ધરપકડ કરીને સુરત, વડોદરા અને રાજકોટ જેલમાં ધકેલી દેવાતાં અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

મારામારી અને લૂંટફાટના ગુન્હામાં સંડોવાયેલા દહેગામના આંબલીફળી વિસ્તારમાં રહેતા સોયેબ ઉર્ફે સોનુ યુનુસભાઇ મલેક, દહેગામમાં વણકરવાસમાં રહેતા જીગર લક્ષ્મણભાઇ રાઠોડ તેમજ ભાવેશ ઉર્ફે નદી મૂળજીભાઇ રાઠોડ સામે ચૂંટણીના દિવસો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેના માટે પાસાની કાર્યવાહી કરવા માટે પોલીસે દરખાસ્ત કરી હતી. ગાંધીનગર જિલ્લા મેજીસ્ટ્રેટ એસ કે લાંગા દ્વારા દરખાસ્તને મંજુર કરવામાં આવતા પોલીસે ત્રણેય શખ્સોની પાસાધારા હેઠળ અટકાયત કરી હતી.

પોલીસના જણાવવા પ્રમાણે સોયેબ ઉર્ફે સોનુ મલેકને લાજપોર મધ્યસ્થ જેલ સુરત, જીગર રાઠોડને વડોદરા મધ્યસ્થ જેલ તેમજ ભાવેશ ઉર્ફે નદી રાઠોડને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.આમ લોકસભાની ચૂંટણી પહેલા જિલ્લામા જે લોકો સામે ગુના નોંધાયા છે તેવા લોકો સામે કડક હાથે કામગીરી કરવા આદેશ આપવામા આવ્યો છે.તેથી તે મુજબ હાલ પોલીસ તંત્ર દ્વારા કામગીરી કરવામા આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...