તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દહેગામ કોંગ્રેસના બરતરફ 3 આગેવાનોને પક્ષમાં પરત લેવાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

આગામી સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે કોંગ્રેસ તેનું સંગઠન મજબૂત બનાવવામાં લાગી ગયુ છે. જેના ભાગરૂપે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીના સમયગાળા દરમિયાનમાં કોંગ્રેસ દ્વારા દહેગામ તાલુકાના ત્રણ અગ્રણીઓને બરતરફ કરવામાં આવ્યા હતા.

હવે સંગઠનની મજબૂતીના પ્રયાસો અંતર્ગત તેઓને ફરીથી પક્ષમાં સમાવી લેવાનો કોંગ્રેસ પાર્ટી દ્વારા નિર્ણય લેવાયો છે અને તેમનું સસ્પેન્શન રદ કરી દેવામાં આવ્યું છે. ત્યારે સ્થાનિક સંગઠનમાં આ વાત ચર્ચાનો વિષય બની ચૂકી છે.

તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ઉપરાંત નગર પાલિકાઓની ચૂંટણીઓની આડે હવે વધુ સમયગાળો રહ્યો નથી ત્યારે આવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષના જિલ્લાના નેતાઓ દ્વારા સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

સાથે જ નારાજ સભ્યો નડતરરૂપ બને નહીં તે દિશામાં પણ સંગઠન કામે લાગ્યુ છે. સંગઠનની મજબૂતીના ભાગ રૂપે વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીના સમયમાં પક્ષ વિરોધી પ્રવૃતિના આક્ષેપ સાથે તાલુકાના કડાદરા ગામના અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય કાળુસિંહ બિહોલા, બારડોલી બારિયા ગામના અને તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય જગતસિંહ ચૌહાણ તેમજ સુજાના મુવાડા ગામના અને તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય દેવરાજસિંહ ઝાલાને બરતરફ કરી દેવામાં આવ્યા હતા.

જોકે ત્યારબાદ તેઓની પક્ષના પુન:પ્રવેશની રજૂઆતને આખરે ધ્યાનમાં લેવામાં આવી છે અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સૂચના અનુસાર ત્રણેય સભ્યોને પક્ષમાં પુન:પ્રવેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

સ્થાનિક સંગઠનમાં આ વાત ચર્ચાનો વિષય બની ચૂકી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો