તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાસણા રાઠોડમાં 130 ગાયને ઝેરી અસર: સાતનાં મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દહેગામના વાસણા રાઠોડ ગામે રહેતા ત્રણ માલધારીઓ તેમની 130 ગાયોને લઇ ગામની સીમમાં નિત્યક્રમ મુજબ ચરાવવા ગયા હતા. દરમ્યાન ગાયોએ એરંડાના પાન ખાતા અચાનક ઝેરી અસર થઇ હતી. જેમાંથી 35 જેટલી ગાયોને વધુ અસર થયા બાદ આ પૈકીની 7 ગાયના કરૂણ મોત થયા હતા. ગાયોને ઝેરી અસર થયાની માલધારીઓએ પરિસ્થિતિ પામી જઇને પશુ દવાખાનાના તબીબને જાણ કરતા દહેગામ અને નાંદોલના પશુ ચિકિત્સક ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સારવાર આપીને અન્ય ગાયોને બચાવી લીધી હતી. 6 ગાયના મોત થવાથી માલધારીઓ ભાંગી પડ્યા હતા. જ્યારે ગામમાં સમાચાર પહોંચતા ગ્રામવાસીઓ ગમગીન બન્યા હતા.

વાસણા રાઠોડ ગામના ધરમશીભાઇ રબારી તેમની 70 ગાય, રાજુભાઇ રબારી 35 ગાય તેમજ વિહાભાઇ 25 ગાયો મળી કુલ 130 ગાય સાથે સવારે ગામની સીમમાં ચરાવવા ગયા હતા. તે સમયે ગાયોએ એક ખેતરમાંથી એરંડાના પાન ખાધા હતા. બપોરના સાડા ત્રણેક વાગ્યે ગાયોને ઝેરી અસર થતા ગાયોના મોઢામાંથી પાણી નીકળવાની સાથે ગાયો સૂસ્ત થઇ જતા માલધારીઓએ આ અંગે તાત્કાલિક પશુ દવાખાને જાણ કરતા દહેગામના પશુ ચિકિત્સક ડૉ. પી એસ પટેલ તથા નાંદોલના ડૉ. કે બી ઠાકોર સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક સારવાર આપતાં સૌથી વધુ અસર પામેલી ગાયો ઉપરાંત અન્ય ગાયોને બચાવી લીધી હતી, જયારે 7 ગાય મોતને ભેટી હતી. તબીબો દ્વારા સારવાર અપાયેલ ગાયોને પણ ઓબઝર્વેશનમાં રાખનાર હોવાનું જણાવ્યુ હતુ.

ઝેરી અસર થતા ગાયોના મોઢામાંથી પાણી નીકળવા સાથે સૂસ્ત થઇ ગઈ હતી: માલધારીઓએ પશુ તબીબોને જાણ કરી હતી
દહેગામના વાસણા રાઠોડ ગામે 130 જેટલી ગાયોએ એરંડાના પાન ખાતા ઝેરી અસરથી બિમાર પડી હતી જેને તાત્કાલિક સારવાર આપી બચાવી લેવાઇ હતી. તસવીર: શરીફ શેખ

ઝેરી તત્વ રેઝિન ગાયોના મોતનું કારણ બન્યું
પશુ તબીબ ડૉ. પી એસ પટેલે જણાવ્યુ હતુ કે એરંડાના પાનમાં રેઝિન નામનુ ઝેરી તત્વ હોય છે તે શરીરમાં પ્રસરવાથી ગાયો બિમાર પડે છે. એરંડાના કુંણા અને લીલા પાન 500 ગ્રામ જેટલા ગાય ખાય જાય ત્યારે અસર થાય છે અને તાત્કાલિક સારવાર ન મળતા મોતને પણ ભેટે છે.

એક્ટીવેટેડ ચારકોલ તેમજ વિનેગાર અપાયા
ઝેરી તત્વ રેઝિનની અસર દૂર કરવા માટે ગાયને એક્ટીવેટેડ ચારકોલ અને વિનેગારનું પ્રવાહી બનાવીને પિવડાવવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જરૂરી ઇન્જેકશન પશુને આપવામાં આપવામાં આવે છે.

મ્હોંમાંથી લાળ પડે અને ગાયને ધ્રુજારી ઉપડે છે
ગાયને ઝેરી અસર થાય ત્યારે મ્હોંમાંથી લાળ પડવાની સાથે તેને ધ્રુજારી ઉપડે છે અને અંતે નીચે પડીને આળોટવા લાગે છે. સાથે ખાવાનું બંધ કરી દે છે. જોકે આ સ્થિતિમાં ગાયને પાણી પીવડાવવાનું પણ બંધ કરી દેવું જરૂરી બને છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો