સેવા બાબતે કોઇ ફરિયાદ નહીં આવે : પાલિકા પ્રમુખ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કૈલાશબેન શાહ)

- ભાજપ-કોંગ્રેસની યુતિથી બનેલા અપનાદળે નગરપાલિકા પર કબજો જમાવ્યો હતો
-
ડીસા પાલિકાના સુકાનીઓએ ચાર્જ સંભાળ્યો

ડીસા: ડીસાનગરમાં લોકોને મળતી સુખાકારી અને આવશ્યક સેવા બાબતે કોઇ કચાશ નહીં રખાય અને વ્યવસ્થિત તંત્ર ગોઠવી કોઇ ફરિયાદ ન આવે તેવું આયોજન કરાશે એમ ડીસા નગરપાલિકાના નવ નિયુક્ત પ્રમુખ કૈલાશબેન શાહે મંગળવારે ચાર્જ સંભાળતા જણાવ્યું હતું. ડીસા નગરપાલિકામાં ભાજપને સત્તા પદેથી દૂર કરી ભાજપ-કોંગ્રેસની યુતિથી બનેલા અપનાદળના કૈલાસબેન વિપુલભાઇ શાહ પ્રમુખ તરીકે ગિરીશભાઇ સોમભાઇ પટેલ ઉપપ્રમુખ બન્યા હતા.
જેમાં બને જણાએ મંગળવારે પૂર્વ પ્રમુખ વિપુલભાઇ શાહ, પી.પી.ભરતીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિપકભાઇ પટેલ, મનુભાઇ માળી, શંભુભાઇ રાઠોડ, જીતુ વાઘેલા, પ્રશાંત માળી, પ્રફુલભાઇ શાહની ઉપસ્થિતીમાં 1.11 મીનીટે વૈદિક મંત્રોચ્ચાર સાથે શુભ મુહૂર્તમાં હોદ્દોનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. ચાર્જ સંભાળતા પ્રમુખ કૈલાશબે અને ઉપપ્રમુખ ગીરીશભાઇ પટેલે જણાવ્યું હતું કે, દિવાળીને ધ્યાને રાખી અમે ચાર્જ સંભાળી અત્યારે જ સફાઇ, રસ્તા રીસરફેસીંગ, ખાડા પુરવા વગેરેનું કામ શરૂ કરી દીધું છે. જ્યારે આગામી સમયમાં શહેરના વિકાસમાં પુરેપુરી તકેદારી રાખી સેવાઓ ખુબજ સારી રીતે મળે તેવું આયોજન કરવામાં આવશે.