તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંચાલ પાસે મુસાફર ભરેલ રિક્ષા પલ્ટી, મહિલાનું મોત : 4 ઘાયલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સીમંતની વીધી પૂરી કરી મહિલા અને તેના સંબંધી ડેરીયા ગામે જઇ રહયા હતા: રીક્ષા ચાલક અકસ્માત સર્જી ભાગી છુટયો

મેઘરજ: મેઘરજ તાલુકાના પંચાલ નજીક પુરવેગે હંકારાતી મુસાફરો ભરેલ રીક્ષા પલ્ટી ખાઇ જતાં સર્જાયેલ અકસ્માતમાંએક મહિલા નું મોત નીપજયું હતું.જયારે અન્ય ચાર મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા હતા. તાલુકાના ડેરીયા ગામના મંજુલાબેન ઇશ્વરભાઇ તરાર ઉ.વ.30નાઓના સીમંતની સામાજીક વીધી પતાવી સગાસંબંધીઓ સાથે પોતાના ગામ ડેરીયા જવા રીક્ષામાં બેસી જઇ રહયા હતા ત્યારે રીક્ષા નં.જી.જે.9 એવી 4269ના ચાલક જીતેન્દ્ર તરારે પોતાની રીક્ષા પુરવેગે ગફલતભરી રીતે હંકારતાં પંચાલ નજીક આ રીક્ષા પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં રીક્ષામાં સવાર મંજુલાબેન માર્ગ ઉપર પટકાઇ જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું સ્થળ ઉપર કરૂણ મોત નીપજયું હતું.જયારે રીક્ષામાં સવાર અન્ય ચાર મુસાફરોને ઓછાવત્તા પ્રમાણમાં ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. સીમંતની વિધી પૂરી કરી પીયર જઇ રહેલ મહીલાના મોતથી પંથકમાં અરેરાટી પ્રસરી હતી.જયારે ઇસરી પોલીસ સ્ટેશનના પોસઇ પરમારે અકસ્માતમાં મોતનો ગુન્હો નોંધી ભાગી છુટેલા રીક્ષા ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અરોડા પાસે અકસ્માતમાં ઘવાયેલા દાવડના શખ્સનું મોત

ઇલોલ : ઇડર તાલુકાના અરોડા ગામની સીમમાં ગત તા.26 સપ્ટેમ્બરના કિશોરગઢ ચાર રસ્તા નજીકથી પસાર થતાં બાઇક નંબર જીજે.18.આર.6132 ના ચાલક શંકરભાઇ સરતાનજી સોલંકી (રહે.અરોડા) એ પોતાનું બાઇક ગફલતભરી રીતે ચલાવી સામેથી આવતા બાઇક નંબર જીજે.9.આર.3905 ના ચાલક વસંતભાઇ શંકરભાઇ પરમાર (રહે.દાવડ) ને ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેથી વસંતભાઇ પરમારને ગંભીર ઇજા થતાં સારવાર માટે હિંમતનગર સિવિલમાં લવાયા હતા. જયાં તેમનું સોમવારે મોત નિપજયુ હતું. જે અંગે દાવડના અનિલભાઇ શંકરભાઇ પરમારે અરોડાના બાઇક ચાલક શંકરભાઇ સરતાનજી સોલંકી વિરૂધ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.