ટ્રેલરે બાઇકસવાર મહિલાને કચડી, ટોળાનો પથ્થરમારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં અકસ્માતનાં સ્થળ પર ભારે ભીડ એકત્ર થઇ ગઇ હતી)
- ટ્રેલરે બાઇકસવાર મહિલાને કચડી, ટોળાનો પથ્થરમારો
- પાલનપુરના આબુ હાઇવે પર આવેલા સાંઇબાબા મંદિર નજીક સજાર્યેલો અકસ્માત, બાઇકસવાર યુવકને ગંભીર ઇજા


પાલનપુર : પાલનપુરના આબુ હાઇવે ઉપર આવેલા સાંઇબાબા મંદિર નજીક ગુરુવારે સાંજના સમયે ટ્રેલર ચાલકે એક બાઇકને ધડાકાભેર પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટ્રેલરના તોતીંગ ટાયર નીચે કચડાઇ જતાં બાઇક સવાર મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે બાઇકચાલક યુવકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો હતો. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું અને અકસ્માત સર્જી ચાલક ટ્રેલર લઇને નાસી છુટવાની પેરવીમાં હતો.
ત્યારે ટોળાએ તેનો પીછો કરી ટ્રેલર ઊભું રખાવ્યું હતું અને પથ્થરમારો કરી ટ્રેલરના કાચ તોડી નાંખ્યા હતા.
પાલનપુરના આબુ હાઇવે પર સાંઇબાબા મંદિર પાસે ગુરુવારે સાંજે ૩:૩૦ કલાકે આબુરોડ તરફથી બાઇક નં. જીજે ૮એએ ૭૨૯૧ ઉપર પાલનપુર તરફ આવી રહેલા યુવક અને મહિલાને પાછળથી પુરઝડપે આવી રહેલા ટ્રેલર નં. આર.જે.૦૧.જીએ.૩૪૪૪ના ચાલકે બાઇકને ધડાકાભેર ટક્કર મારી હતી. આથી બાઇક ફંગોળાઇને હાઇવેની બાજુમાં ફસડાયું હતું. જ્યારે બાઇક ઉપર બેઠેલી મહિલા હાઇવે પર પટકાતાં ટ્રેલરનું તોતીંગ ટાયર તેણીના માથા ઉપર ફરી વળતાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
જ્યારે ઊંધા માથે પટકાયેલા બાઇકચાલકને ગંભીર ઇજા થઇ હતી. અકસ્માતનો ધડાકો સાંભળી આજુબાજુના માર્બલના વેપારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને મોટું ટોળુ એકત્ર થઇ ગયું હતું. જેમણે ૧૦૮ મોબાઇલવાન દ્વારા યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. દરમિયાન દોડી આવેલા પાલનપુર તાલુકા પોલીસ મથકના એએસઆઇ ચમનલાલ સહિત સ્ટાફે મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
વાંચો આગળ, મૃતક મહિલા મુમનવાસની અને યુવક તેનીવાડાનો, ટ્રેલરનાં ચાલક પર ટપલીદાવ ....