• Gujarati News
  • Vaisakhi Poonam Ambaji And Devout Shamlaji Othi Ubharaya

વૈશાખી પૂનમે અંબાજી અને શામળાજી શ્રદ્ધાળુઓથી ઊભરાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાગીગળ પોશાક પહેરી બાધા પૂર્ણ કરવા આવેલા વનવાસીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા
શામળિયાના દર્શને ભકતોનું ઘોડાપૂર
ગરમીને લઇ વહેલી સવારથીજ ભકતોની ભીડ જામી : મંદિર ટ્રસ્ટ દ્વારા મફત છાશનું વિતરણ કરાયું


યાત્રાધામ અંબાજી શનિવારે વૈશાખી પૂર્ણીમાને લઇ શ્રદ્ધાળુઓથી ઉભરાયું હતું. જ્યાં વૈશાખી પૂર્ણીમાએ વનવાસી ગરસીયાઓની બાધા પૂર્ણ કરવાની પરંપરા લઇ મંદિર સહિ‌ત ધામમાં ભારે ભીડ જોવા મળી હતીઅને સવા લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અંબાજીમાં શનિ- રવિની રજા, વેકેશન, વૈશાખી પૂનમ સહિ‌ત વનવાસીઓની બાધા પૂર્ણ કરવાની પરંપરાના સમન્વય વચ્ચે શનિવારે યાત્રાધામ વહેલી પરોઢથીજ યાત્રીકોથી ઉભરાયું હતું. દર્શનાર્થીઓની વહેલી સવારથીજ દર્શનની લાંબી કતાર જોવા મળી હતી. ધોમધખતા તાપમાં પણ પૂનમીયા દર્શનાર્થીઓની દર્શન કરવાની અડગ શ્રદ્ધા વચ્ચે સુખરૂપ દર્શન કરવાનો સંતોષ યાત્રિકોમાં જોવા મળ્યો હતો. બીજી તરફ વેકેશનને લઇ દૂરદૂરના અંતરેથી પર્વતીય સ્થળ માઉન્ટ આબુ સહિ‌ત રાજસ્થાનના પર્યટક સ્થળ ઉપર જઇ રહેલા યાત્રિકોમાં અંબાના દર્શન કરી રવાના થતા હોઇ યાત્રિકોની સંખ્યા પણ બેવડાઇ હતી. અને અંબાજીને જોડતા માર્ગો સહિ‌ત અંબાજીધામમાં અસંખ્ય વાહનોનો ધમધમાટ જોવા મળ્યો હતો.

પૂનમે મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ જામી હતી. -તેજસિંહ રાઠોડ

આગળ વાંચો......શામળિયાના દર્શને ભકતોનું ઘોડાપૂર