બે રોમિયોને મીઠી-મીઠી વાતો કરીને પરિણીતાએ પોલીસના છટકામાં સપડાવ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મંગળવારે સવારે મળવાનું જણાવતાં જ ગેલમાં આવી ગયેલા રોમિયોએ ઓગણીસ કોલ કર્યા

પાલનપુરમાં રહેતી અને સરોત્રા ગામની એક પરિણીતાને મોબાઇલ ફોન કરીને અઘટિત માંગણી કરી બે રોમિયો પરેશાન કરતા હતા. જેથી આ અંગે તાલુકા પોલીસે છટકું ગોઠવ્યું હતું. જેમાં પરિણીતાએ મીઠી-મીઠી વાતો કરીને મંગળવારે સવારે એક હોટલ પાસે મળવા બોલાવ્યા હતા. જ્યાં પોલીસે પ્લાન મુજબ બન્ને રોમિયોને રોમાંશની વાતોમાં સપનાની સહેલ કરાવવાના બદલે જેલની સહેલ કરાવી દીધી છે.

પાલનપુરની સંસ્કાર સોસાયટીમાં રહેતી પરિણીતાને છેલ્લા પંદર દિવસથી તેમના મોબાઇલ ફોન ઉપર ફોન કરીને અઘટિત માંગણી કરીને બે રોમિયો માનસિક ત્રાસ આપતા હતા. તેમજ વશ ન થાય તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા. જેથી તેમણે આ અંગે જિલ્લા પોલીસવડા અશોકકુમાર યાદવ સમક્ષ રજૂઆત કરી હતી. જેના પગલે તાલુકા પોલીસને સૂચના અપાઇ હતી.

જેથી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ વાય.એલ.બહેલીમ, એ.એસ.આઇ. ચમનલાલ દેવાજી તથા રોમિયો સ્કર્વોડના સ્ટાફે બન્ને રોમિયોને ઝડપી લેવા છટકું ગોઠવ્યું હતું. જેમાં મહિ‌લાએ રોમિયોને ફોન કરીને મંગળવારે સવારે જૂની આરટીઓ કચેરી પાસે આવેલી હોટલ સવેરા પાસે મળવાનું નક્કી કર્યું હતું. તે મુજબ બાઇક ઉપર આવેલા બન્ને રોમિયોને ઓળખવા માટે મોબાઇલથી ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે રોમિયોએ પરિણીતાએ ઇશારો બાઇક ઉપર બેસવા જણાવ્યું હતું.જેથી પરિણીતા બાઇક ઉપર બેસીને થોડે જ આગળ ગઇ ત્યાં જ પોલીસે ઘેરી વળી હતી. અને પોલીસે બન્ને રોમિયોને ઝડપી લીધા હતા. આમ રોમિયોને ઝડપી લેવાનું છટકું સફળતાપૂર્વક પાર પાડયું હતું. જ્યારે પોલીસના હાથે ઝડપાયેલા અને રોમાંશના સપના જોતાં રોમિયોને જેલની સહેલ કરવાની નોબત આવી હતી.

આગળ વાંચો વધુ અહેવાલ....

બે રોમિયો અને એક મોબાઇલ ધારક સામે ગુનો નોંધાયો
મળવાનું નક્કી થતાં જ રોમિયોએ ૧૯ ફોન કર્યા
પોલીસના ગોઠવાયેલા છટકા મુજબ સરોત્રાની પરિણીતાએ રોમિયોને મંગળવારે સવારે મળવાનું અને ઓળખવા માટે સફેદ શર્ટ પહેરીને આવવાનું જણાવ્યું હતું. આ રીતે સોમવારે પરિણીતાએ ફોન ઉપર જણાવતા જ રોમાંચિત થઇ ગયેલો શૈલેષ ઉર્ફે સંજય પરમારે રાત્રિથી સવાર સુધીમાં ઓગણીસ ફોન કરી દીધા હોવાનું પોલીસે જણાવ્યું હતું.


માલણ ગામે રહેતી પરિણીતાને મોબાઇલ ફોન કરીને પરેશાન કરતા બે રોમીયો પોલીસે ગોઠવેલા છટકામાં સપડાઇ ગયા હતા. -અંકિત વ્યાસ