નકલી સોનું પધરાવવા આવેલા બે ગઠીયા ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-નકલી સોનું પધરાવવા આવેલા બે ગઠીયા ઝડપાયા
-પાટણ તાલુકાના અમરપુરાના બંને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી
પાલનપુર ખાતે સોનીબજારમાં નકલી સોનાનો ટુકડો વેચવા આવેલા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પાટણ તાલુકાના અમરપુરાના બંને શખ્સો સામે ઠગાઇનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકના પીએસઆઇ કેતનકુમાર વ્યાસે જણાવ્યું હતું કે, શહેરના સોનીબજારમાં સિદ્ધિ વિનાયક કોમ્પલેક્ષમાં બે શખ્સો નકલી સોનાનો ટુકડો વેચવાની પેરવી કરી રહ્યા હોવાની જાણ વેપારીએ કરી હતી. આથી સ્ટાફ સાથે ઓચિંતો છાપો મારી બંને શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની પુછતાછમાં બંને પાટણ તાલુકાના અમરપુરા ગામના રહીમભાઇ નૂરાભાઇ દાઉવા અને રફીકભાઇ હનીફભાઇ માછલીયા હોવાની ઓળખ પ્રસ્થાપિત થવા પામી હતી. દરમિયાન તલાસી લેતાં તેમની પાસેથી પિત્તળની ધાતુનો ૩૧૦ ગ્રામ વજનનો ટુકડો કબજે લેવામાં આવ્યો છે. તેમજ બંનેની સામે પૂર્વ પોલીસ મથકે ઠગાઇ તેમજ વિશ્વાસઘાતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’