• Gujarati News
  • Two Different Accident, Two Death In Banaskantha Area

કાંકરેજના રૂવેલ નજીક જીપડાલુ પલટતાં એકનું મોત : ૧પ ને ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરેજ તાલુકાના રૂવેલ નજીક સોમવારે સવારે ભાભર તાલુકાના ઠાકોર પરિવાર પુત્રની સગાઇ કરવા રૂવેલ ગામે બોલેરો જીપડાલામાં જતા હતા. ત્યારે જીપડાલુ પલટી જતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ૧પ વ્યક્તિઓને ઇજા થવા પામી હતી. કાંકરેજ તાલુકાના રૂવેલ ગામ નજીક ભાભર તાલુકાના મેરા ગામના ઠાકોર પરિવારની જીપ પલટી જતાં તેમાં સવાર ઠાકોર સંગરામજી વેરશીજી (ઉ.વ.૪૮) નું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે ગાડીમાં સવાર બાળકો, મહિ‌લાઓ અને પુરુષો સહિ‌ત ૧પ વ્યક્તિઓ ઇજા થવા પામી હતી. તેમને ૧૦૮ ના દેવયાની નાયક તથા પાયલટ દશરથભાઇ પટેલ દ્વારા સારવાર માટે નજીકની થરા રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જોકે, આ અંગે કોઇ પોલીસ ફરિયાદ નોંધાવા પામી ન હતી.

- જોરડીયાળી નજીક ટ્રેકટરની અડફેટે બાઇક સવારનું મોત

વાવ તાલુકાના જોરડીયાળી ગામની સીમમાં રવિવારે રાત્રે ટ્રેકટરની ટક્કરે એક બાઇક સવારનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માતના પગલે સમગ્રપંથકમાં અરેરાટી પ્રસરી હતી. વાવ તાલુકાના આકોલી ગામના ભગવાનભાઇ ભાંણાભાઇ રબારી(ઉ.વ.૩પ) પોતાનું બાઇક નંબર જીજે.૮.એ.સી.-૬૪પ૯ લઇ રવિવારની રાત્રે ૮-૩૦ કલાકે જોરડીયાળીથી માવસરી જતાં રોડ ઉપર પસાર થઇ રહ્યા હતા. ત્યારે માવસરીથી મીઠીચારણ તરફ જતા ટ્રેકટર ચાલકે ગફલતફભર્યું ડ્રાઇવીંગ કરી બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ભગવાનભાઇ રબારી રોડ ઉપર પટકાતાં ઘટના સ્થળે તેમનું મોત નિપજ્યું હતું. તેમના મૃતદેહનું વાવ રેફરલમાં પીએમ કરી વાલીવારસોનો સોંપાયો હતો. આ અંગે રતનશીભાઇ સવદાસભાઇ રબારીએ માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.