મોબાઈલ વેચવા અપનાવ્યા કિમિયો, લગાવ્યું કંપનીનું લેબલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ચાઇનિઝ મોબાઇલ ઉપર કંપનીનું લેબલ લગાવી વેચતાં બે ગઠિયા ઝબ્બે
- પાલનપુર કોઝી વિસ્તારમાંથી પોલીસે ૧૨૩ નંગ મોબાઇલ જપ્ત કર્યા
પાલનપુરના કોઝી વિસ્તારમાં સોમવારે સાંજના સુમારે પોલીસે શકના આધારે બે શખ્સોની તલાશી લેતાં તેમની પાસેથી જાણીતા કંપનીના લેબલ લગાવેલા ચાઇના બનાવટના મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આ અંગે બંનેની સામે ગુનો નોંધી વધુ તપાસ
હાથ ધરાઇ છે.
પાલનપુર પ‌શ્ચિ‌મ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ વી.બી.મકવાણા, સ્ટાફના હે.કો.સુમેરસિંહ, કાન્તિલાલ, અબ્દુલખાન અને મુકેશભાઇ સાથે સોમવારે સાંજના સુમારે કોઝી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન શકના આધારે બે શખ્સો પાસે રહેલા થેલાની તપાસી લીધી હતી. આથી પુછપરછ કરી મહારાષ્ટ્રના જલગાંવ શાન્તાનગર વિસ્તારના દેવીદાસ ચતુરદાસ બેલદાર (ઓડ) ઉં.વ.પપ અને હરિભાઇ ચતુરદાસ બેલદાર (ઓડ) ઉં.વ.પ૦ ને પોલીસ મથકે લઇ જવાયા હતા. જ્યાં તપાસ કરતાં થેલામાંથી ચાઇનાના મોબાઇલ ફોન ઉપર નોકીયાનું લેબલ લગાવેલા રૂ. ૮૮,પ૬૦ ના ૧૨૩ નંગ મોબાઇલ મળી આવ્યા હતા. આ અંગે પોલીસે બંનેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...