તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પલટી ખાધેલી ટ્રકમાં ભરેલા પાવડરના કટ્ટા નીચે બે બાઇકસવારો દટાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અંબાજી ત્રિશૂળિયા ઘાટમાં સજાયેલો અકસ્માત
- ટ્રકચાલક સહિ‌ત ત્રણ જણાને ગંભીર ઇજા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર ખસેડાયા
યાત્રાધામ અંબાજીથી દાંતા માર્ગ ઉપર ગુરુવારે સાંજના સુમારે ત્રિશૂળિયા ઘાટના ભયજનક વળાંકમાં ટ્રક ગુલાંટ ખાઇ જતાં માર્બલના પાવડર ભરેલા કટ્ટા બાઇકસવાર ઉપર પડતાં તે દટાઇ ગયા હતા. આ અકસ્માતમાં ટ્રકચાલક સહિ‌ત ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા થઇ હતી. જેમને સારવાર અર્થે પાલનપુર ખાતે ખસડયા હતા. ત્રિશુળીયા ઘાટ ઉપર હનુમાન જીના મંદિર પાસેના ભયજનક વળાંકમાં માર્બલના પાવડર ભરેલાં કટ્ટાની ટ્રક (જીજે ૧૮યુ ૭૪૮૦) પસાર થઇ રહી હતી. તે દરમિયાન ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં ટ્રક રોંગ સાઇડમાં ધસી આવી હતી. આથી સામેથી આવી રહેલા બે મોટરસાયકલ ચાલક મંદિરની બાજુમાં ઉભા રહી ગયા હતા.
પરંતુ ટ્રક સીધી જ તેમની બાજુમાં આવી પલટી ગઇ હતી. આ અકસ્માતમાં બાઇકસવાર બંને યુવકો કટ્ટા નીચે દટાઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં દાંતા પીએસઆઇ પી.એસ.મકવાણા સ્ટાફના પ્રવિણસિંહ, રાવજીભાઇ, જસપાલસિંહ, ચંદનસિંહ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે અફરા-તફરી ભર્યા માહોલમાં ટ્રક ચાલક સહિ‌ત ત્રણ ઇજાગ્રસ્તોને અંબાજી ૧૦૮ના પાયલટ મહેન્દ્રસિંહ બારડ અને ઇએમટી નિલમબેન ચૌધરી તેમજ દાંતાની ૧૦૮ દ્વારા પાલનપુર ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
- ઇજાગ્રસ્તોનાં નામ
૧. મનુભાઇ મણીભાઇ મેવાડા
૨. દિપકભાઇ સુથાર (બંન્ને રહે.ભેમાળ, તા.દાંતા)
૩. વિષ્ણુભાઇ પટણી (ઉ.વ.પપ) રહે.અમદાવાદ (ટ્રક ચાલક)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો