તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરા હાઇવે પર ત્રિપલ અકસ્માત, ક્રેઈનની મદદ લેવી પડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ટ્રેક્ટરના ડ્રાઇવર- કંડક્ટર ટેન્કરના કેબિન નીચે ફસાઇ જતાં જેસીબી અને ક્રેઇનની મદદ લેવી પડી
- અકસ્માતનો અવાજ સાંભળી લોકો દોડી આવ્યા
થરા નજીક પેટ્રોલપંપ પાસે બુધવારે બપોરે ટેન્કર, ટ્રેક્ટર અને બાઇક વચ્ચે સર્જા‍યેલા ત્રિપલ અકસ્માતમાં ચાર વ્યક્તિઓને ઇજા થઇ હતી. ધડાકાભેર અકસ્માત સર્જા‍તાં લોકોના ટોળેટોળાં ઉમટી પડયા હતા. થરા હાઇવે પર બુધવારે બપોરે રાધનપુરથી થરા તરફ આવી રહેલ ટેન્કર (એમએચ ૦૪ડીકે ૧૮૯૯), ટ્રેક્ટર (જીજે ૮જે ૦૭૯૨) અને બાઇક (જીજે ૨૪ડી ૪૨૮૧) વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જા‍યો હતો. આ અકસ્માતમાં બાઇકસવાર કિરણજી લેંબુજી ઠાકોર (થરા) અને કેશરબેન સગરામભાઇ ઠાકોર (અમરપુરા, ઉણ)ને ગંભીર ઇજા થતાં થરા સીએચસીમાં સારવાર માટે ખસેડાયા હતા.
જ્યારે ટ્રેક્ટર સાવ ઉંધું થઇ જતાં તેના ડ્રાઇવર અને કંડક્ટર પ્રમોદકુમાર સુદર્શન યાદવ (૩૩), કરૂણેશકુમાર યાદવ (૩૬) (બંને રહે. પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ) ટેન્કરના કેબિન નીચે ફસાઇ જતાં તેમને બહાર કાઢવા જેસીબી અને ક્રેઇનની મદદ લેવાઇ હતી. બચાવકાર્ય માટે થરાના સેવાભાવી યુવકો, હાઇવે ઓથોરિટી સ્ટાફ, ૧૦૮ની ટીમ અને પોલીસ દ્વારા કામગીરી કરાતાં ફસાયેલા ડ્રાઇવર અને કંડક્ટરને એક કલાકની મહેનત બાદ બહાર કાઢી બંનેને સરકારી દવાખાને સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યારે કિરણભાઇ લેંબુજી ઠાકોર અને કેશરબેન સગરામભાઇ ઠાકોરને ગંભીર ઇજાના કારણે ધારપુર મેડીકલ કોલેજ ખાતે રીફર કરાયા હતા તેમ થરા સીએચસીના ડૉ. ગુપ્તાએ જણાવ્યું હતું.
વધુ તસવીર માટે ફોટો સ્લાઈડ કરો..

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો