ચડોતર માનવરહિ‌ત ફાટકે ટ્રેનની અડફેટે જીપ ચડી, ઉમટ્યાં ટોળે ટોળા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જીપ ચાલકનો અદભૂત બચાવ

પાલનપુર તાલુકાના ચડોતર નજીક માનવરહિ‌ત ફાટકે ગુરુવારે સાંજે ટ્રેનની અડેફેટે એક જીપ આવી ગઇ હતી. આ અકસ્માતમાં જીપના આગળના ભાગે નુકસાન થયું હતું. જ્યારે જીપચાલકનો અદ્ભૂત બચાવ થયો હતો. જોકે, જીપમાં મુસાફરો ન હોવાથી મોટી દુર્ઘટના થતાં રહી ગઇ હતી. બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા નજીક ચાર દિવસ અગાઉ માનવ રહીત ફાટકે એક સ્કુલ બસ ટ્રેનની અડેફેટ આવતાં બચી ગઇ હતી. આ અંગે રેલવે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. જ્યાં ગુરુવારે સાંજે પાલનપુર તાલુકાના ચડોતર નજીક એકજીપ ટ્રેનની અડફેટે આવી ગઇ હતી.

આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ચડોતર નજીક પસાર થઇ રહેલી જીપના ચાલકે રેલવે લાઇન ઉપર જોયા વિનાજ માનવ રહીત ફાટકમાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે અચાનક પાલનપુરથી ગાંધીધામ જઇ રહેલી ટ્રેનની અડફેટે આવી ગયો હતો. આ અકસ્માતમાં જીપના આગળ ટાયર તેમજ કેરીયરનો ભાગ તૂટી જતાં નુકસાન થયું હતું.

દરમિયાન જીપ રેલવેના પાટા સાથે ભટકાઇને ઉભી રહી ગઇ હતી. જેથી તેના ચાલકનો અદભૂત બચાવ થયો હતો. જોકે, જીપમાં અન્ય મુસાફરો ન હોવાથી મોટી દુર્ઘટના થતાં બચી ગઇ હતી. અકસ્માતના પગલે ટ્રેનને થોભાવવામાં આવી હતી. જ્યાં લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. આ અંગે પાલનપુર આરપીએફના સૂત્રોએ જણાવ્યું હતું કે ચડોતર માનવ રહીત ફાટક નં.સાત નજીક બનેલા અકસ્માત અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.