તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટાઉન પ્લાનીંગના સભ્યોને બેઠકમાં નગરનિયોજકે તતડાવ્યાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાલનપુર નગરપાલિકા ટાઉન પ્લાનીંગની બેઠકમાં ડીપી રોડનો મુદ્દો ગરમાયો

પાલનપુર નગરપાલિકાની ટાઉન પ્લાનીંગ સમિતિની બેઠક ગુરુવારે ચીફ ઓફિસરની ચેમ્બરમાં યોજાઇ હતી. જેમાં અગાઉ નામંજૂર કરેલા કેટલાક પ્લાન પુન: મંજૂરી અર્થે મુકવાના મુદ્દે નગર નિયોજકે ટાઉન પ્લાનીંગના સ્ટાફને તતડાવી નાંખ્યો હતો. આ ઉપરાંત ડીપી રોડ(ડેવલોપમેન્ટ પ્લાન મુજબના માર્ગ) ચર્ચામાં ગરમાવો પ્રસરતાં બેઠકમાં ઉત્તેજના પ્રસરી હતી.

પાલનપુર નગરપાલિકાની ટાઉન પ્લાનીંગ સમિતિની બેઠક ગુરુવારે સવારે ૧૧ : ૩૦ કલાકે નગરપાલિકા ચીફ ઓફિસરની ચેમ્બરમાં યોજાઇ હતી. જેમાં રહેણાંક તેમજ કોમર્શિ‌યલ બાંધકામની મંજુરી અર્થે કુલ ૯પ કામો રજુ કરાયાં હતા. જે પૈકી નગરનિયોજક દ્વારા પ૩ બાંધકામોને મંજુરી આપવામાં આવી હતી. જ્યારે ૪૨ કામો નામજૂંર કરાયાં હતા.દરમિયાન રજુ કરાયેલા બાંધકામો પૈકી કેટલાક કામો ગત બેઠકમાં નામંજૂર થયા અંગેના હોવાના મુદ્દે નગરનિયોજકે ટી.પી. સમિતિના સભ્યોનો ઉધડો લીધો હતો.

હવે પછી આવા કામો બેઠકમાં ન મુકવા તેમજ તે કામોમાં ખુટતાં ડોક્યુમેન્ટ જે-તે બાંધકામ કરનારા વ્યક્તિ પાસેથી મેળવી લેવા સૂચન કરાયું હતું. આ ઉપરાંત શહેરમાં વર્ષ- ૨૦૧૪ના આયોજનમાં ડીપી રોડ (ડેવલોપમેન્ટ મુજબના રોડ) દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગરમાવો પ્રસર્યો હતો. અને આ અંગે દરખાસ્ત કરવા માટે ટીપી સમિતિના સભ્યોમાંજ મત-મતાંતરો પ્રર્વતતા ઉત્તેજના પ્રસરી ગઇ હતી.

- મંજૂરીપાત્ર પણ અગાઉથી થયેલા બાંધકામોને દંડ થશે

નગરપાલિકા ટીપી સમિતિની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં નગરપાલિકા નગરનિયોજક દ્વારા જે-તે લેઆઉટ પ્લાન મંજૂરીપાત્ર થશે. પરંતુ તે અગાઉથીજ જો બાંધકામ કરી દેવાયું હશે તો બાંધકામ કરનારા શખ્સ સામે દંડનાત્મક કાર્યવાહી કરાશે.

- હવે દર માસના ત્રીજા ગુરુવારે ટીપીની બેઠક

નગરપાલિકાની અગાઉની બેઠક ૨૧ માર્ચ’૧૩ ના રોજ યોજાઇ હતી. જે બાદ ચૂંટણીની આચારસંહિ‌તા લાગુ પડી હતી.જેથી ત્રણ માસ બાદ યોજાયેલી બેકમાં ૯પ બાંધકામોની મંજૂરી અર્થે રજૂ કરાયા હતા. દરમિયાન હવે દર માસના ત્રીજા ગુરુવારે ટીપીની બેઠક યોજવાનું નક્કી કરાયું હતું.