તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાનગી ટ્રાવેલ્સમાં ગુજરાતના બે જણા પાસેથી શંકાસ્પદ ૭પ લાખ મળી આવ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આબુરોડ પોલીસે બંન્નેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી : મહેસાણા અને અમદાવાદના બે શખ્સો પાસેથી નાણાં મળી આવ્યાં

રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી બે ખાનગી ટ્રાવેલ્સમાંથી મંગળવારે આબુરોડ પોલીસે બાતમીના આધારે ગુજરાતના બે વ્યક્તિઓ પાસેથી શંકાસ્પદ રૂ. ૭પ લાખ ઝડપી લીધા હતા. જે બન્નેની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજસ્થાન અને ગુજરાતમાં ચકચારી ઘટનાની વિગતો આપતાં આબુરોડ પોલીસ મથકના અધિકારી ગેવરસિંહ રાજપૂરોહિ‌તે જણાવ્યું હતું કે રાજસ્થાનથી ગુજરાત તરફ જતી ટ્રાવેલ્સમાં બે વ્યક્તિઓ શંકાસ્પદ રોકડ રકમ સાથે મુસાફરી કરી રહ્યા હોવાની બાતમી મળી હતી.

આબુરોડ હાઇવે નજીક જયપુરથી મહેસાણા જતી બસની તલાસી લેવાઇ હતી. જેમાં મહેસાણાના નવીનભાઇ મોહનભાઇ પટેલ પાસેથી રૂ. ૩૦ લાખ જ્યારે રાજસ્થાનના પીનાનીથી અમદાવાદ જતી ટ્રાવેલ્સમાંથી અમદાવાદના કલ્પેશભાઇ મોહનભાઇ પટેલ પાસેથી રૂ. ૪પ લાખ મળી આવ્યા હતા. આ બન્ને વ્યક્તિઓ પાસેથી શંકાસ્પદ રકમ કુલ રૂ.૭પ લાખ કબજે લેવામાં આવ્યા છે. અને બન્નેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- બંને વ્યક્તિઓ અમદાવાદમાં નોકરી કરે છે

આબુરોડ હાઇવે ઉપર ખાનગી ટ્રાવેલ્સમાંથી શંકાસ્પદ રોકડ રકમ સાથે ઝડપાયેલા નવીનભાઇ પટેલ અને કલ્પેશભાઇ પટેલ અમદાવાદના રતનપુર નીબુપોલના નવીનભાઇ પાસે નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું હોવાનુ આબુરોડ પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું.