સુંઢિયાનો માસૂમ સ્વાઇલ ફ્લૂની ઝપટમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દોઢ વર્ષના બાળકને પરીક્ષણ દરમિયાન સ્વાઇન ફ્લૂ પોઝિટિવ હોવાનું નિદાન
મહેસાણા સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ


વડનગરના સુંઢિયા ગામના દોઢ વર્ષના માસૂમને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ હોવાનું નિદાન થતાં આરોગ્ય વિભાગ દોડતો થઇ ગયો છે. બાળકને વધુ સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલના આઇસોલેશન ર્વોડમાં રખાયો છે. તેમજ તેના સંપર્કમાં આવનાર તમામના લોહીના નમૂના લેવા સહિ‌તની કાર્યવાહી હાથ ધરાઇ છે.

જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કેસો સમયાંતરે પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે સુંઢિયા ગામે દોઢ વર્ષના માસૂમને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ હોવાનું નિદાન થતાં તેના પરિવારજનો ચિંતામાં મૂકાઇ ગયા છે. ગામે મજૂરીકામ કરતા અરવિંદજી ઠાકોરના દોઢ વર્ષના પુત્ર મયુરને ચાર દિવસ અગાઉ તાવ અને પેટમાં દુ:ખાવા સહિ‌તની ફરિયાદ ઉઠી હતી. સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા બાળકના લોહીના નમૂના તેમજ ગળફા સહિ‌તના નમૂના પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા. અહીં તેને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતાં તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સમાં વધુ સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલના આઇસોલેશન ર્વોડમાં ખસેડાયો હતો. અહીં બાળકને ગંભીર હાલતમાં બાળકોના ર્ડાકટર દ્વારા સારવાર અપાઇ રહી છે. બીજીબાજુ આરોગ્ય વિભાગે બાળકના સંપર્કમાં આવેલા તેના પરિવારના સભ્યો સહિ‌તના લોહીના નમૂના પરીક્ષણ માટે મોકલી આપવાની સાથે સર્વેની કામગીરી હાથ ધરી છે.

આઇસોલેશન વોર્ડમાં અવરજવર માટે માત્ર તાલીમ મેળવેલા સ્ટાફને જ મંજૂરી
સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે મહેસાણા સિવિલમાં ખાસ બનાવેલા આઇસોલેશન વોર્ડમાં સ્વાઇન ફ્લૂના કેસો માટે ખાસ બનાવેલી ટીમ દ્વારા જ સારવાર કરવામાં આવે છે. અહીં ફરજ પર રહેનાર નર્સ સહિ‌તને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે તેમજ ઉપયોગમાં લેવામાં આવતાં સાધનો પણ અન્ય દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતાં નથી.