• Gujarati News
  • SRP Personnel Deployed At Check Posts In The Border District

જિલ્લાની સરહદી ચેકપોસ્ટો પર એસઆરપી જવાનો તૈનાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે તેની તસવીર)
- જિલ્લાની સરહદી ચેકપોસ્ટો પર એસઆરપી જવાનો તૈનાત
- ડીસા વિધાનસભાની પેટાચૂંટણી અને ભાદરવી પૂનમ પૂર્વે તંત્ર સજ્જ


પાલનપુર : યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહાકુંભ આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બીજી તરફ ડીસા વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર કરાઇ છે. જેથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લાની ચેકપોસ્ટે એસઆરપીના જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે.યાત્રાધામ અંબાજી ખાતે ૩ થી ૯ ઓગષ્ટ-૨૦૧૪ દરમિયાન ભાદરવી પૂનમનો કુંભ ભરાશે. જેમાં રાજ્યભરમાંથી પદયાત્રી સંઘો, શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડશે. આ મહાકુંભમાં આવતા ભાવિકભક્તોના જાન-માલની સલામતી માટે વહિ‌વટી તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરાયું છે.
બીજી તરફ ડીસા વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાનાર છે. જેથી બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે ચેકપોસ્ટોએ ચાંપતી નીગરાની રાખવામાં આવી રહી છે. આ અંગે જિલ્લા એલઆઇબી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ગુંદરી, અમીરગઢ, ખોડા, અંબાજી નજીકની ચેકપોસ્ટે એસઆરપીના જવાનોનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.