પાલનપુરઃ ટોકન ચાર્જથી મૃત્યુની સેજ શૈયાનો સામાન ઉપલબ્ધ કરાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા પાલનપુર અને ડીસામાં વ્યવસ્થા ગોઠવાઇ
કોઇપણના પરિવારમાં સ્વજનનું અવસાન થાય ત્યાર અંતિમવિધી માટે જરૂર પડતી સામગ્રી ભેગી કરવામાં ઘણીવાર પરિવારજનોને અગવડ પડતી હોય છે. ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા આવા સમયે કોઇપણ મુશ્કેલી ન પડે તે માટે એકજ સ્થળેથી તૈયાર કિટ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આવી વ્યવસ્થા પાલનપુર અને ડીસા બન્ને સ્થળે ગોઠવાઇ છે.
પરિવારમાં સ્વજનનું મૃત્યુ થાય ત્યારબાદથી અંતિમવિધિ માટે મૃત્યની સેજ શૈયાની સામગ્રી એકઠી કરવા માટે ઘણોજ સમય પસાર થઇ જતો હોય છે. વહેલી સવારે આવી સામગ્રી મેળવવા ઘણીવાર રાહ જોવી પડતી હોય છે. ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેન્દ્ર જોષીએ એક પ્રયાસ કર્યો છે. તેમણે દુ:ખદ પ્રસંગમાં સ્વજનને અગવડ ન પડે તે માટે રૂ.પ૧ના ટોકનચાર્જથી સ્ત્રી-પુરુષના અલગ-અલગ મૃત્યુની સેજ શૈયાનો સામાન તૈયાર કરાવ્યો છે. પાલનપુરમાં હિ‌ન્દુ સમાજના સંચાલિત સ્માશનગૃહ ખાતે તેમજ ડીસા ખાતે સાંઇબાબા મંદિર ખાતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ વ્યવસ્થાને જિલ્લા વિકાસ અધિકારી એમ.એસ.પટેલ, પાલનપુર પાલિકા પ્રમુખ હસમુખભાઇ પઢિયાર, હિ‌ન્દુ સમાજના પ્રમુખ ડો.ઉમાકાંત પંડયા, શંભુભાઇ ઠાકર, ડીસાના સતીષભાઇ પંચાલ, અને કાન્તીભાઇ સોનીએ બિરદાવી હતી.
- મૃતકના સ્વજનોને અગવડ ન પડે તેવો હેતુ
જે પરિવારજન તેમના સ્વજનને ગુમાવે છે તે તેમના માટે દુ:ખદ ઘટના હોય છે. આવા સમયે અંતિમવિધિ માટે જે સામગ્રી એકઠી કરવી પડે છે. તેમાં ઘણીવાર અગવડ પડે છે. તેમાં મદદરૂપ થઇ શકાય તેવો નમ્ર પ્રયાસ કર્યો છે. :રાજેન્દ્ર જોષી (પ્રમુખ, જિલ્લા પંચાયત)