તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કંબોઇ પાસે ઓવરલોડ રેતી ભરેલી ૧૨ ટ્રકો પકડાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાંકરેજ તાલુકાના કંબોઇ નજીક બનાસ નદીમાંથી ઓવરલોડ રેતી ભરીને જતી ટ્રકો પર ભૂસ્તર વિભાગે લાલ આંખ કરતાં ૧૨ ટ્રકો ઝડપી લીધી હતી. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકામાં બનાસ નદીમાંથી રેતી કાઢવાની પ્રવૃત્તિ મોટાપાયે ચાલે છે. જેમાં લીઝ ધારકો ક્ષેત્રફળ કરતાં વધુ ખોદકામ કરે, રોયલ્ટીની ખોટી પાવતી બનાવે કે ઓવરલોડ રેતી ભરી રોયલ્ટીની ચોરી કરે સહિ‌તની ગેરકાયદે પ્રવૃત્તિ પણ ચાલી રહી છે. ત્યારે જિલ્લાના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી યુ.કે.સિંગ સહિ‌તની ટીમે કંબોઇ પાસે શુક્રવારે ઓચિંતિ તપાસ કરતાં ઓવરલોડ રેતી ભરીને જતી ૧૨ ટ્રકોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.