તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોના-ચાંદી સહિત ૨.૭૩ કરોડના મુદ્દામાલ સાથે બે ઝબ્બે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાંચ કિલો સોનું માણેકચોક વેચવા જતો રીઢો લુટારો ફતીયો પકડાયો
- પોલીસને ગેરમાર્ગે દોરવા ફતિયો આઇસર ડીસા પાસે છોડી ગયો હતો

- ૨૦૦ કિલો ચાંદી રાજસ્થાન વેચવા જતાં બે આરોપી ઝબ્બે
- બનાસકાંઠા પોલીસે પાલનપુર પાસેથી પકડી લીધા

- લૂંટનો મુદ્દામાલ કારમાં ભરી રાજસ્થાન વેચવા જતા હતા
- લૂંટાયેલી આંગડિયાનો મુદ્દામાલ ભરેલી ટ્રકની તપાસમાં બનાસકાંઠા પોલીસને સફળતા

અમદાવાદ-રાજકોટ હાઇવે પર આવેલા બગોદરા પાસે સપ્તાહ અગાઉ થયેલી કરોડો રૂપિયાના આંગડીયાના સોના-ચાંદી સહિતના મુદ્દામાલ ભરેલી ટ્રકની લૂંટમાં સંડોવાયેલા બે શખ્સોને બનાસકાંઠા પોલીસે શનિવારે રાત્રે પાલનપુર પાસેથી સોના-ચાંદી અને રોકડ રકમ મળી રૂ.ર.૭૩ કરોડના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ શખ્સો અલ્ટો કારમાં લૂંટનો મુદ્દામાલ ભરી રાજસ્થાનમાં વેચવા જઇ રહ્યા હતા. નોંધપાત્ર છે કે, અગાઉ ટ્રક ડીસા પાસેના ભોયણ ગામ નજીકથી બિનવારસી હાલતમાં મળી આવી હતી.

ગુજરાતમાં સૌથી મોટી ગણાતી રૂ.રપ કરોડના સોના-ચાંદીના મુદ્દામાલ ભરેલી આંગડીયા પેઢીની ટ્રક લૂંટનો ભેદ ઉકેલવા અમદાવાદ, બગોદરા તેમજ બનાસકાંઠા પોલીસ કામે લાગી હતી. જેમાં શનિવારે રાત્રે બનાસકાંઠા પોલીસના હાથે બે શખ્સો ઝડપાયા હતા. આ અંગેની વિગતો આપતાં બનાસકાંઠા એસપી અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે, બગોદરા પાસે ગત સોમવારે રાત્રે લૂંટ થયેલી આઇસર ગાડી (જીજે ૩એ ડબલ્યુ ૩૬૭૭) બીજા દિવસે મંગળવારે સવારે ડીસા નજીક ભોયણથી બિનવારસી મળી આવી હતી.

જેમાંથી રૂ.૧.૮૭ કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. આ ગુનાનો ભેદ ઉકેલવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન ડીસા રૂરલ પીઆઇ આર.એમ.ભદોરીયાને મળેલી બાતમીના આધારે બનાસકાંઠા એલસીબી પીઆઇ એ.એચ. ચૌધરી, એસઓજી પીએસઆઇ એચ.એમ. ગઢવી, ડીસા પોલીસના પો.કો.ભૂરાભાઇ , મહેશભાઇ, કુલદીપસિંહ, પ્રભાતસિંહ, એલસીબીના અયુબખાન, મુકેશભાઇ તેમજ એસઓજીની સંયુક્ત ટીમ બનાવી પાલનપુર પાસે અમદાવાદ હાઇવે ઉપર રેલવે ફાટક નજીક નાકાબંધી કરી હતી. તે દરમિયાન પસાર થયેલી નંબર પ્લેટ વગરની અલ્ટો કારને ઉભી રખાવી તલાશી લેતાં અંદરથી બગોદરા લૂંટ પ્રકરણમાં સંડોવાયેલા બે શખ્સો ઝડપાઇ ગયા હતા. જેમની પાસેથી સોના-ચાંદી તેમજ રોકડ રકમ પણ હોઇ ગાડી સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.

આગળ વાંચો દિલધડક લુંટની ફિલ્મ જેવી કહાની વિશે