તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાભર તાલુકાના વડપગ ગામમાં દારૂબંધી માટે આવેદનપત્ર આપ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કપરૂપુર બાદ પંથકમાં દારૂ બંધી અભિયાન ઝુંબેશ ચાલુ

ભાભર પંથકમાં દારૂની બદીએ માઝા મુકી છે જેના કારણેયુવાધન બરબાદી તરફ ધકેલાઇ અનેક યુવાનો મોતના મુખમાં ધકેલાઇ મૃત્યુ પામ્યાના કિસ્સાઓ વધી ગયા છે. આ બદીને કપરૂપુર ગામે વર્ષો પહેલા નાબુદ કરી હતી તેમ છતાં અન્ય ગામોમાંથી દારૂ ગામમાં આવતા ગ્રામજનોએ જાગૃતિ બતાવી આવેદનપત્ર ભાભર પોલીસને આપ્યું હતું. બાદમાં પંથકમાં વ્યસન મુક્તિ અને દારૂબંધ અભિયાન ઝુંબેશ આગળ વધી રહી છે.

ભાભર તાલુકાના વડપગ ગામના અગ્રણીઓ અને પંથકના જાગૃત યુવાનોએ આજરોજ ભાભર પોલીસ મથકે મોટી સંખ્યામાં જોડોઇ રેલી કાઢી ભાભર પીએસઆઇ જે.બી. આચાર્યને એક આવેદનપત્ર આપ્યું હતું. ગ્રામજનોએ ગામમાં એક મોટી સભા રાખી હતી. જેમાં દારૂ છોડો સમાજ બચાવો, દેશ બચાવોના નારા સાથે ગામમાં રેલી કાઢી હતી. જે જે તત્ત્વો દારૂનો વેપાર કરતા તેમને સમજાવી બંધ કરાવ્યું છે. જેમાં પ્રમુખ દિનેશ ગજ્જર, જિ.પં. સદસ્ય કુંવરસીજી ઠાકોર તા.પં. સદસ્ય ગેનીબેન ઠાકોર, બાબુજી ઠાકોર અને ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાઇ દારૂબંધી અભિયાન ઝુંબેશને વેગ આપ્યો હતો.