• Gujarati News
  • Reports Of Moderate And Cleansing Of The Sanctuary Of The Temple Devotees

અંબાજી મંદિરમાં મેઘરાજાએ અને ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓએ પ્રક્ષાલન કર્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અંબાજી મંદિરમાં મેઘરાજાએ અને ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓએ પ્રક્ષાલન કર્યું
- પ્રણાલી અનુસાર મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાઇ : શ્રદ્ધાળુઓ મોટા પ્રમાણમાં હાજર

અંબાજી : અંબાજી મંદિરે શુક્રવાર બપોરે પ્રણાલી મુજબ મંદિર પ્રક્ષાલન વિધિ યોજાઇ હતી. જેમાં અમદાવાદ ચોક્સી પરિવાર સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને મંદિર પુજારી સહિત કર્મચારીઓ જોડાયા હતા અને માતાજીનાં આભૂષણોનું વિધિવત પ્રક્ષાલન કરવામાં આવ્યું હતું. અંબાજીમાં ભાદરવી મહાકુંભ પૂર્ણ થયા બાદ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ શુક્રવારે બપોરે એક વાગ્યા પછી મંદિર પ્રક્ષાલન વિધિ યોજાઇ હતી. જોકે સવારથી જ ઝાપટા સ્વરૂપે શરૂ થયેલા વરસાદના કારણે મંદિર, મંદિર પરિસર અને ચાચરચોક જાણે મેઘરાજાએ સ્વયં પ્રક્ષાલન કર્યું હતું.
જ્યારે નિજ મંદિરમાં માતાજીની વિવિધ સવારીઓ, સોના-ચાંદીના આભૂષણો, મંદિર પૂજન સામગ્રી સહિત ગર્ભગૃહ, સભામંડપ અને નૃત્ય મંડપનું વિધિવત પ્રક્ષાલન કરાયું હતું.

તંત્ર અધિકારીઓ વીઆઇપીની સરભરામાં અને જશોદાબેન મંદિર સફાઇ કરી જતા રહ્યા
મંદિરનું પ્રક્ષાલન કરી પુણ્ય કમાવવા શુક્રવારે મંદિરમાં ભારે ભીડ જામી હતી. માતાજીના દર્શન કરવા અધિકારીઓ અને વીઆઇપીઓની જાણે હોડ જામી હતી. દરમિયાન શક્તિના પરમ આરાધક એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેન પણ આમ શ્રદ્ધાળુની જેમ મંદિરની સફાઇ કરી ખૂબ જ સાદગીપૂર્વક પરત ફર્યા હતા. જોકે તેમની સાથે અંબાજી ભાજપ મહિલા મોરચાનાં પ્રમુખ કલ્પનાબેન પટેલ અને સરપંચ રાજુભાઇ પટેલ જોડાયા હતા.
વાંચો આગળ, છેલ્લા 125 વર્ષથી અમદાવાદનો ચોકસી પરિવાર કરે છે પ્રક્ષાલન ...