તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા તલાટી પર દિયરે જ ગુજાર્યો બળાત્કાર, ઘરમાં ગોંધી રાખી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મહિ‌લા તલાટી ઉપર દિયરે જ બળાત્કાર ગુજારતાં ચકચાર
- અમદાવાદ સાસરીમાં ગયેલી મહિ‌લા સાથે બનેલી શરમજનક ઘટના
- ઘરમાં ગોંધી રાખેલી મહિ‌લા તક મળતાં ભાગીને થરાદ પોલીસ મથકે પહોંચી
- દિયર સામે બળાત્કાર અને પતિ, સાસુ, સસરા સામે અત્યાચાર સહિ‌તની ફરિયાદ નોંધી
સાસરે જવા ન ઇચ્છતી ભાભર તાલુકાની એક મહિ‌લા તલાટીને તેના જ માતા- પિતાએ પરાણે મોકલતાં ત્યાં પણ પોતાની મરજી વિરુદ્ધ દિયરની હવસનો શિકાર બન્યા બાદ તેને છૂપાવવા માટે સાસરિયાંએ ઘરમાં ગોંધી દેતાં મહામુસીબતે ભાગેલી મહિ‌લાએ સીધી થરાદ આવીને પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૂળ ભાભર તાલુકાની મહિ‌લાનાં લગ્ન ત્રણેક વર્ષ પૂર્વે સાંતલપુર તાલુકાના અને હાલ અમદાવાદ રહેતા યુવક સાથે થયા હતા. આ મહિ‌લા ભાભર તાલુકામાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતી હતી. તેણીને પોતાને સાસરે જવાની ઇચ્છા ન હતી. તેમ છતાં પણ ચારેક દિવસ પૂર્વે તેણીના માતા-પિતાએ તેણીને સમજાવીને ઇચ્છા વિરુદ્ધ અમદાવાદ ખાતે સાસરે મોકલી હતી. જ્યાં તેણીના પતિ અને સાસુ- સસરાએ શારિરીક- માનસિક ત્રાસ આપવાની શરૂઆત કરી હતી. જ્યારે ઘરમાં કોઇ નહી હોવાથી એકલતાનો લાભ મળતાં તેણીના દિયર અમિતભાઇ કમાભાઇ પટેલે તા.૨પ ફેબ્રુઆરીની રાત્રે તેણીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુર્જાયો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો