અંબાજી: શાળાએથી ઘરે જઈ રહેલી છાત્રા પર દુષ્કર્મ ગુજરાતાં ચકચાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)

-ઘરે પરત ફરતી વખતે વિરમવેરી ગામ નજીક બનેલી ઘટના
અંબાજી: અંબાજીની શાળામાંથી પરત ફરતી વિદ્યાર્થિની ઉપર માર્ગમાં દાંતાના પાડણીયા ગામના શખ્સે દુષ્કૃત્ય ગુજારતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે તેણીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અંબાજીપંથકમાં ચકચારી બનેલી ઘટનાની પ્રાપ્ત થતી વિગતો મુજબ દાંતા તાલુકાના એક ગામની વિદ્યાર્થિની અંબાજીની ગામે ઉતરી ઘરે જઇ રહી હતી ત્યારે પાડણીયાના હાંનાભાઇ થાવરાભાઇ પરમારે તેણીને પકડી હતી. આથી વિદ્યાર્થિનીએ બુમાબુમ કરતાં ગાલ ઉપર લાફા ઝીંક્યા હતા અને મરજી વિરુદ્ધ દુષ્કૃત્ય ગુજાર્યું હતું. આ અંગે તેણીએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે હાંનાભાઇ પરમાર વિરુદ્ધ ગૂનો નોંધી પીએસઆઇ એ.ડી. પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.
આગળ વાંચો આરોપીએ અંબાજીથી વિદ્યાર્થિનીનો પીછો કર્યો