તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Rajasthan Persons Imprisoned For Three Years Case Of Caught Amount Of Poppy

અફીણના જથ્થા સાથે ઝડપાયેલા રાજસ્થાનના શખ્સને ત્રણ વર્ષની કેદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ડીસા કોર્ટની ફાઇલ તસવીર)
ડીસાના ચોથા એડી.સેશન્સ જજનો ચુકાદો
બે વર્ષ અગાઉ શહેર પોલીસે એક કિલો અફીણરસ સાથે ઝડપ્યો હતો
ડીસા: ડીસા શહેરમાં બે વર્ષ અગાઉ માદક પદાર્થ અફીણ વેચવા આવતા પોલીસના હાથે ઝડપાયેલા શખ્સને ડીસા કોર્ટના ચોથા એડીશનલ સેશન્સ જજ વી.કે.પૂજારાએ કસુરવાર ઠેરવી ત્રણ ‌વર્ષની સખત કેદની સજા તેમજ રૂ. 30 હજારનો દંડ ફટકાર્યો હતો. આ કેસની વિગત અેવી છેકે, ગત તા.22 નવેમ્બર ર012 ના રોજ ડીસા શહેર પોલીસ મથકના તત્કાલિન પીઆઇ આર.એમ.ભદોરીયાને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક શખ્સ અફીણ વેચવા ડીસા આવવાનો છે. જેથી તેઓએ એરપોર્ટ ચાર રસ્તા નજીક પંચોને સાથે રાખી પોલીસની ટીમ સાથે વોચ ગોઠવી હતી. જેમાં એરપોર્ટ તરફથી એક વ્યક્તિ રેકઝીનના થેલા સાથે આવતા શંકાસ્પદ હિલચાલના કારણે તેની તપાસ કરતાં થેલામાંથી ઘટ પ્રવાહી અફીણનો રસ એક કિલો કિંમત રૂ. 50 હજારનો મળી આવ્યો હતો. જેથી તેની અટકાયત કરી પુછપરછ કરતા તેણે પોતાનું નામ ધનારામ નેતીરામ રબારી (રહે.પર, તા.સાંચોર, જિ.જાલોર, રાજસ્થાન) જણાવ્યું હતું.
પોલીસે તેની વિરૂદ્ધ એનડીપીએસ એકટ અંતર્ગત ગુનો નોંધ્યો હતો. જે કેસ ડીસાની ચોથી એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ અને એડી. પબ્લીક પ્રોસીક્યુટર આર.ડી.જોષીએ દલીલો કરી હતી કે, માદક પદાર્થ અફિણ વ્યક્તિને વ્યસની બનાવે છે. અને એકલી વ્યક્તિ તેનો નશો કરે તો તે એડિકટ(બંધાણી) થઇ જાય છે. જે સમાજ માટે હાનિકારક છે જેથી આવા અસામાજિક તત્વોને કડકમાં કડક સજા મળી જોઇએ. જેથી ન્યાયાધીશ વી.કે.પૂજારાએ આરોપી ધનારામ રબારીને એનડીપીએસ એકટની કલમ 18(સી) મુજબ કસુરવાર ઠેરવી ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. 30 હજારનો દંડ ફટકરાવાનો આદેશ કર્યો હતો. જ્યારે આરોપી દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.