બાળકીના મોતથી પરિવારજનોનો સિવિલમાં હોબાળો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બાળકીના મોતથી પરિવારજનોનો સિવિલમાં હોબાળો
- તબીબની બેદરકારીથી બાળકીએ જીવ ખોયો હોવાનો આક્ષેપ,પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો

પાલનપુર સિવિલ હોસ્પિટલના બાળકોના ર્વોડમાં બુધવારે બપોરે ભટામલ મોટી ગામના પરિવારની એક બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જોકે, તબીબની બેદરકારીથી ઇન્જેકશન અપાયા બાદ બાળકીએ દમ તોડયો હોવાના આક્ષેપો સાથે તેણીના પરિવારજનોએ હોબાળો મચાવી સિવિલ સર્જનને ઉગ્ર રજૂઆત કરી હતી. તેમજ પોલીસે દોડી આવી કાર્યવાહી હાથ ધરતાં સિવિલ હોસ્પિટલ સંકુલમાં ઉત્તેજના પ્રસરી ગઇ હતી.

પાલનપુર તાલુકાના ભટામલ મોટી ગામના વિનોદભાઇ કુબેરભાઇ મારુની પુત્રી લક્ષ્મી (અઢી વર્ષ)ને તાવ અને ખાંસીની બિમારી થતાં મંગળવારે સાંજે ૬-૩૦ વાગે પાલનપુર સિવિલ હોસ્પિટલના બાળકોના ર્વોડમાં દાખલ કરાઇ હતી. બુધવારે સવારે ૧૦-૩૦ કલાકે તેણીનું મોત નિપજતાં પરિવારજનો હેબતાઇ ગયા હતા. ઘટનાને પગલે પરિવારના અન્ય સભ્યો પણ દોડી આવ્યા હતા. જેમણે અમારી દીકરી પાછી આપો તેમ કહી હોબાળો કરતાં તેમજ સિવિલ સર્જનની ચેમ્બરમાં ઉગ્ર રજૂઆતો કરતાં ભારે ઉત્તેજના પ્રસરી હતી. બાળકીના મોતના પગલે મામલતદારની ટીમ તેમજ પોલીસની ટીમ સિવિલ હોસ્પિટલમાં દોડી આવી હતી. જ્યાં ઇન્કવેસ્ટ ભર્યા બાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પીએસઆઇ એસ.એન. ઠાકોર, મહેન્દ્રભાઇ પરાડીયાએ વધુ તપાસ હાથ ધરી હતી.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો..