હિ‌ન્દુઓ સમૃદ્ધ અને સુરક્ષિત બને એજ વિહિ‌પનું લક્ષ્ય : ડૉ. પ્રવિણ તોગડીયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિ‌ન્દુઓ સુખ-શાંતિ-સમૃધ્ધી અને સુરક્ષિત રહે તે વિશ્વ હિ‌ન્દુ પરિષદનું લક્ષ્ય છે એમ ડીસામાં સંગઠન કાર્ય અને ધર્મ રક્ષા નિધી માટે આવેલા વિશ્વ હિ‌ન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડીયાએ જણાવ્યું હતું.

અનેક હિ‌ન્દુ પાકિસ્તાની નાગરીકોની વિઝા નિયમની જાણકારી અભાવે અટકાયત કરાય છે. જે અંગેની રજૂઆત શુક્રવારે ડીસા આવેલા વિશ્વ હિ‌ન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડીયા સમક્ષ કરાતાં તેમણે આ બાબતે પરિષદ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી ખોટી રીતે હેરાનગતિ બંધ કરાવવા વિઝા નિયમોમાં બદલાવ લાવવાની ખાત્રી આપી હતી.

અંબાજી : ડીસા બાદ ડો.પ્રવિણ તોગડીયાએ શનિવારે યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી. જ્યાં અંબાજી મંદિરમાં આવી પહોંચતા ટ્રસ્ટ દ્વારા કુમકુમ તીલકને ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું તે ત્યાર બાદ નીજ મંદિરમાં માતાજીની પૂજાને કપુર આરતી કરી હતી. જેમને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ત્યારબાદ માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજના પણ આર્શીવાદ લીધા હતા. જો કે અંબાજી આવેલા ડૉ. તોગડીયાએ ગૌરક્ષકો ઉપર પોલીસ ખોટા કેસ કરતી હોવાના મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી અને હવે પોલીસની સામે કેસ કરાશે તેવી ચિમકી આપી હતી.