• Gujarati News
  • Postal Ballot To Vote For Parliamentary By elections

સંસદીય પેટા ચૂંટણીનું પોસ્ટલ બેલેટથી મતદાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા સંસદીય પેટા ચૂંટણીનું મતદાન આગામી રવિવારે યોજાનાર છે. ત્યારે આ ચૂંટણીમાં ફરજ ઉપર મૂકવામાં આવેલા કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી બુધવારે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ હતી. આ મતદાન પ્રક્રિયા દરેક વિધાનસભા મતવિસ્તારના જે-તે તાલુકા મથકોએ ગોઠવવામાં આવી હતી.

બનાસકાંઠા લોકસભા બેઠકની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસોજ આડા રહ્યા છે. ત્યારે આ ચૂંટણી શાંતીમય અને તંદુરસ્ત વાતાવરણમાં યોજાય તે માટે ૮૦૦૦ જેટલા કર્મચારીઓને ફરજ ઉપર મૂકવામાં આવ્યા છે. જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ગત ૧૯ મે ’૧૩ ના રોજ તેમને પોસ્ટલ બેલેટ મોકલી અપાયા હતા. જે પૈકીના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડઝ, એસટીના ડ્રાઇવર, કંડકટર, કલીનર તેમજ સંપાદન કરવામાં આવેલા વાહનોમાં ડ્રાઇવરો માટે બુધવારના રોજ ખાસ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કર્મચારીઓ જિલ્લાના જે-તે તાલુકા મથકોએ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. પાલનપુર ખાતે પ્રાંત કચેરીમાં પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

લોકસભાની પેટા ચૂંટણીમાં કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓએ બુધવારે પાલનપુર પ્રાંત કચેરી ખાતે મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.- અંકિત વ્યાસ