તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદના મોટા દેરાસરમાં પંચાન્હિકા મહોત્સવની ઊજવણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બે દિવસથી મહાવીર જિનાલયમાં જૈન સમુદાયનો ભક્તિપ્રવાહ

થરાદના મોટા મહાવીર જિનાલયમાં ત્રિદિવસીય પંચાન્હિકા મહોત્સવના બીજા દિવસે પણ ભક્તિ ભર્યા માહોલમાં જૈન સમુદાય દ્વારા પ્રભુભક્તિની સરવાણી વ્હાવામાં આવી હતી. આ મહોત્સવમાં સમાજના યુવા ભાઇ-બહેનો વધારે સંખ્યામાં ભક્તિ રસમાં તરબોળ બની રહેલા જોવા મળે છે ભગવાનની પૂજા માટે ભાવિકોની કતારો જામે છે. શહેરના મોટા દેરાસરમાં ધનતેરસથી શરૂ થયેલા ત્રિદિવસીય પંચાન્હિકા મહોત્સવના બીજા દિવસે સવારથી પક્ષાલપૂજા, બરાસપૂજા, કેશરપૂજા, ફુલપૂજા, મુગટપૂજા જેવી ૧૦ જેટલી ચડાવા પૂજાઓ યોજાઇ હતી જેમાં બહોળી સંખ્યામાં જૈન ધર્મપ્રેમી સમુદાય જોડાયો હતો મહાવીર મિત્ર મંડળ દ્વારા ભગવાનની ભવ્ય અંગરચનાઓ પણ કરાઇ હતી.

- સદ્ભાવના યુવા મંચ જરૂરીયાત મંદોની વ્હારે

થરાદમાં દર વર્ષે દિપોત્સવી પર્વમાં સદ્ભાવના યુવા મંચ દ્વારા છેલ્લી ૧૦વર્ષથી ગરીબ જરૂરીયાત મંદોને કપડાં, મીઠાઇ અને સીધુ સામગ્રીની વહેંચણી કરવામાં આવે છે તદુપરાંત મહાજનપુરા પાંજરાપોળ ખાતે જીવદયાની પણ સરવાણી વ્હાવાશે તેમ મંચના સદસ્યોએ જણાવ્યું હતું.

- આવતીકાલે અઢાર અભિષેક થશે

મહાવીર સ્વામીજી નિર્વાણ કલ્યાણક નિમિત્તે દિવાળી પર્વના દિવસે મોટા દેરાસરમાં અઢાર અભિષેક પણ કરવામાં આવનાર છે જેનો લાભ લેવા ચકલ સંઘમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો.