• Gujarati News
  • Palanpur Problems With The Disposal Of The 130 Complaints Received SMS

પાલનપુરમાં સમસ્યાઓના નિકાલ માટે SMSથી ૧૩૦ ફરિયાદ મળી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલેક્ટર કચેરી દ્વારા વિકસાવાયેલ સોફ્ટવેર પર નાગરિકોએ સૌથી વધુ પાણી, રેશનકાર્ડ, દબાણની પાલિકાને લગતી ફરિયાદો મોકલી

જિલ્લાના નાગરિકોની પાયાની સમસ્યાઓના હલ માટે વહિ‌વટી તંત્રએ એસએમએસથી ફરિયાદો મોકલવાની વ્યવસ્થા વિકસાવી છે. અપાયેલા મોબાઇલ નંબર ઉપર એસએમએસ કરવાથી જે તે વિભાગને મોકલીને તેનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. જેમાં છેલ્લા બે દિવસમાં તંત્રને કુલ ૧૩૦ જેટલી ફરિયાદો મળી છે. આ ફરિયાદો જે-તે વિભાગને મોકલી આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

જિલ્લા કલેકટર કચેરી ખાતે મો. નંબર ૯૪૦૮૩ ૦૧પ૯૧ ઉપર ફરિયાદ કરવાથી તેનો નિયત સમયમાં નિકાલ કરવાનું સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું છે. જેનો પ્રારંભ મંગળવારથી કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં રસ્તા, સફાઇ, પીવાનું પાણી, રેશનકાર્ડ, લાઇટ, ગેસ અને ટ્રાફિક નિયમનને લગતા વિષયો આવરી લેવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં પાણી, રેશનકાર્ડ, દબાણને લગતા ૧૩૦ જેટલા પ્રશ્નો મળ્યા હતા. તેમાં પાલિકાને લગતા પ્રશ્નો મુખ્ય હતા. અને આ પ્રશ્નો પાલનપુર, ડીસા, થરાદ, વાવ અને દિયોદરના નાગરિકો દ્વારા મળ્યા હતા. જેનો નિકાલ કરવા સંબંધિત વિભાગને મોકલી અપાયા હતા. જેનો નિયત સમયમાં નિકાલ કરાશે.

સોફ્ટવેરમાં બે દિવસમાં ૧૩૦ જેટલા પ્રશ્નોના એસએમએસ તંત્રને મળ્યા છે.