• Gujarati News
  • Palanpur Controversialist Land Route NA The Investigation Of The Issue In Order

પાલનપુરમાં વિવાદી જમીનમાં રસ્તો - એન.એ. કરવાના મુદ્દે તપાસનો હુકમ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર ખાતે કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં એક મહિ‌લા પોતાની માલિકીની ખેતીની જમીન ધરાવે છે. જો કે અન્ય શખ્સોને વિવાદી જમીનમાં રસ્તો બતાવી એન.એ. મંજુર (બિનખેતી) કરાવ્યું હતું. આ અંગે જમીન માલિકે નગરનિયોજકમાં અરજી કરી હતી. જેના આધારે અધિકારીએ જમીનમાં જરૂરી નિરીક્ષણ કરાવી અનઅધિકૃત બાંધકામ થયું હોય તો કાર્યવાહી કરવાનો હૂકમ કર્યો છે.

કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં હર્ષાબેન મફતલાલ માળી સર્વે નં. ૧૩૪/૨ માં પોતાની વડિલોપાર્જીત ખેતીની જમીન ધરાવે છે. જો કે બાજુમાં સર્વે નં. ૧૩૨/૨ પૈકી ૧/૨ જમીન ધરાવતા વર્ષાબેન દિનેશચંદ્રએ રજૂ કરેલા લે-આઉટ પ્લાનમાં હર્ષાબેનની જમીનમાંનો છ મીટર પહોળો રોડ દર્શાવ્યો છે. આ ઉપરાંત ૧૩૨/૨ પૈકી ૧/૨ ની ૪૬પ૦ ચો.મી. જમીન એન.એ. કરાવી છે. અને ખોટી રીતે પ્લાન દર્શાવી માર્કેટમાં મુકાયો છે. તેમજ પ્લોટ નં. ૪૬ થી પ૦ મંજુરી વિના બાંધકામ ચાલુ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ અંગે હર્ષાબેન માળીની રજુઆત આધારે નગરનિયોજક અધિકારીએ પાલનપુર નગરપાલિકા ચિફ ઓફિસરને 'જરૂરી નિરીક્ષણ કરાવી અનઅધિકૃત બાંધકામ થયું હોય તો જોગવાઇ મુજબ કાર્યવાહી કરવાનો હૂકમ કર્યો છે.’

નગરપાલિકાની મંજુરી અગાઉ બાંધકામ કરાયું
પાલનપુર નગરપાલિકાની ટાઉન પ્લાનીંગ સમિતિની બેઠક તા. ૨૨ માર્ચ-૨૦૧૩ શુક્રવારના રોજ યોજાનારી છે. જેમાં બાંધકામ પરવાનગીના પ્રકરણોની યાદીમાં અ.નં.૮૮ થી વર્ષાબેન ડી. બ્રાહ્મણને રે.સ.નં. ૧૩૨/૨ની જમીનમાં પ્લોટ નં. ૧ થી પ૦ માં બાંધકામની મંજૂરી માટે લેવામાં આવ્યું છે. આમ નગરપાલિકાની પરવાનગી વિના વર્તમાન સમયે બાંધકામ ચાલી રહ્યું છે. જ્યારે હવે મળનારી મિટીંગમાં નકશાને મંજૂરી અપાશે કે કેમ ? તે ચર્ચાસ્પદ બન્યું છે.

નગરપાલિકાની મંજુરી વિના બાંધકામ ન થઇ શકે
'નિયમ મુજબ કલેકટર દ્વારા જમીન એન.એ. કરવામાં આવે છે. જેના ઉપર બાંધકામ કરવા માટે નગરપાલિકામાં નકશો મુકવાનો રહે છે. જે ટાઉન પ્લાનીંગમાં સમિતિની બેઠકમાં મંજુર થાય છે અને જનરલ ર્બોડમાં ઠરાવ કરી પાસ કરવાનો હોય છે. જ્યારે નગર નિયોજક અધિકારીના હૂકમ અંગે તપાસ કરી ઘટતી કાર્યવાહી કરવામાં આવશે.’ : યુ.ડી. સિન્ધા (મુખ્ય અધિકારી, નગરપાલિકા-પાલનપુર)