તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરઃ વિપક્ષના શોરબકોર વિના પાલિકાનું બજેટ પાંચ મિનિટમાં મંજૂર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં ૮૨.પ૮ લાખની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે પસાર
- 'દિવ્ય ભાસ્કર’ના અહેવાલોના પગલે રખડતા પશુઓ તેમજ સિટી બસ માટે બજેટમાં નાણાં ફાળવાયા
પાલનપુર નગરપાલિકાના સભાખંડમાં ગુરુવારે સવારે યોજાયેલી સાધારણ સભામાં રૂ.૮૨.પ૮ લાખની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું. જોકે, આ બેઠકમાં વિપક્ષના માત્ર ત્રણ જ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સભાની કાર્યવાહી માત્ર પાંચ જ મિનિટમાં આટોપી લેવાઇ હતી. નગરપાલિકામાં નવી સમિતિઓની રચના બાદ ગુરુવારે સવારે ૧૦ કલાકે સાધારણ સભાનો એજન્ડા સભ્યોને મોકલી અપાયો હતો. જોકે, નિર્ધારિત સમય કરતાં અડધોકલાક બાદ શરૂ કરાયેલી સભાની કાર્યવાહી માત્ર પાંચ જ મિનિટમાં પૂરી કરી દેવાઇ હતી.
જેમાં વિપક્ષના માત્ર ત્રણ સભ્યોની ઉપસ્થિતિમાં સત્તાધીશ ભાજપના બોર્ડના પ્રમુખ હસમુખભાઇ પઢિયાર, ચીફ ઓફીસર યુ.ડી.સિન્ધા અને કારોબારી ચેરમેન વિજયભાઇ જોષીએ સને ૨૦૧૪-૧પના વર્ષના બજેટમાં રૂ. ૪૪,૦૬,૯૯,૦૦૦ની આવક તથા રૂ.૪૩,૨૪,૪૧,૦૦૦ના ખર્ચ સામે રૂ.૮૨,પ૮,૦૦૦ની પુરાંતવાળું બજેટ મુક્યું હતું. જોકે, દર વર્ષની જેમ બજેટમાં વિરોધનો સૂર ઉઠાવી ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના બોલકા સભ્યો ગેરહાજર રહ્યા હતા. જેથી કોઇપણ ચર્ચા-વિચારણા કર્યા વિના જ ભાજપ તેમજ વિપક્ષના સભ્યોએ સર્વાનુમતે બજેટને બહાલી આપી હતી. આ ઉપરાંત વિકાસના કામો પણ મંજૂર કરાયા હતા.
- સિટીબસ દોડાવવા અને રખડતાં પશુનો ત્રાસ નિવારવા ખાસ જોગવાઇ કરાઇ
શહેરમાં રખડતાં પશુઓથી શહેરીજનો ત્રાહિ‌મામ્ પોકારી ગયા છે. બીજી તરફ સિટી બસ પણ બંધ છે. ત્યારે આ અંગે 'દિવ્ય ભાસ્કર’ દ્વારા અવાર-નવાર અહેવાલો પ્રસિદ્ધ કરી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેના પગલે વર્ષ ૨૦૧૪-૧પના અંદાજપત્રમાં રખડતાં પશુઓ માટે ઢોરડબો, ઘાસચારો તેમજ સિટી બસ માટે કુલ રૂ.૧૪,૯પ,૦૦૦ની જોગવાઇ કરવામાં આવી છે.
- રજાના દિવસે સામાન્ય સભાથી તર્ક- વિતર્ક
ગુરુવારે શિવરાત્રીની જાહેર રજા હતી. તેમ છતાં નગરપાલિકાની સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના તેમજ અપક્ષના સભ્યો પણ ગેરહાજર રહ્યા હતા. જેના પગલે પાલિકા સંકુલમાં અનેક તર્ક-વર્તિક વહેતા થયા હતા. જોકે, આ અંગે નગરપાલિકા પ્રમુખ હસમુખભાઇ પઢિયારે જણાવ્યું હતું કે 'આજની સભામાં કોઇ વિરોધ થાય તેવો મુદ્દો ન હતો. જો વિપક્ષ ઉપસ્થિત રહ્યો હોત તો વિકાસના કામોમાં તેઓ પણ સહભાગી બની શકતા હતા.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો