તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારત-પાક. સરહદે સુઇગામ પાસેથી પાકિસ્તાની ઝડપાયો, એજન્સીઓ સચેત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- યુવાન પાસેથી પાકિસ્તાની ચલણ મળી આવ્યું
- સીમકાર્ડ, મેમરી કાર્ડ,ફોન મળી આવતાં કબજે લેવાયો
- પાકિસ્તાનીને બીએસએફે સુઇગામ પોલીસને સોંપ્યો
બનાસકાંઠાની ભારત- પાકિસ્તાન સીમા નજીકથી બુધવારે સવારે એક પાકિસ્તાની શકમંદ બીએસએફના હાથે ઝડપાઇ ગયો હતો. જેને સુઇગામ પોલીસને સોંપાયો છે. આ શકમંદ પાસેથી પાકિસ્તાની ચલણ તેમજ સીમકાર્ડ, મેમરીકાર્ડ, ફોન વગેરે મળી આવતાં વિવિધ તપાસ એજન્સીઓ સચેત બની ગઇ છે અને તેની પૂછપરછ હાથ ધરવા તજવીજ હાથ ધરી છે.
બુધવારે સવારે ૯-૩૦ કલાકે બીએસએફ ના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા, દરમિયાન સુઇગામ બોર્ડર પર આવેલ કંકરીયા બેટ પાસેથી શકમંદ હાલતમાં એક શખ્સ મળી આવ્યો હતો. જેને ઝડપીને સુઇગામ પોલીસને સોંપાયો છે. પ્રાથમિક પૂછપરછમાં સીમા નજીકથી ઝડપાયેલો શકમંદ વ્યક્તિ પાકિસ્તાન શંકરકી ગોદ નજીક તૂરીયાબાદ (જિ. કરાંચી, પાકિસ્તાન)નો રમેશભાઇ નારૂભાઇ કોળી (૧૮) હોવાનું જાણવા મળ્યું છે. જેની પાસેથી પાકિસ્તાની ચલણમાં ૧૦૦ની નોટ, પ૦ની નોટ, સીમકાર્ડ, મેમરીકાર્ડ, ફોન, નહાવાનો સાબુ વગેરે પણ મળી આવ્યા છે. આ યુવાનને બીએસએફ દ્વારા સુઇગામ પોલીસને સોંપાયો છે. આ અંગે સુઇગામ પોલીસે જાણવા જોગ એન્ટ્રી નં. ૪/૧૪થી નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
- બીએસએફ સહિ‌તની તપાસ એજન્સીઓ પૂછપરછ કરશે
આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસેથી મળી આવેલા પાકિસ્તાની શખ્સ રમેશભાઇ નારૂભાઇ કોળી (૧૮) બનાસકાંઠાની ભારત-પાકિસ્તાન સીમા પાસે કઇ રીતે પહોંચ્યો, તે ક્યાં આશયથી આવ્યો છે, કોઇ ગુનાહિ‌ત પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે કે કેમ? સહિ‌તની વિગતો જાણવા માટે બીએસએફ સહિ‌ત વિવિધ તપાસ એજન્સીઓ પૂછપરછ કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો