તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંબાજીમાં હોટલ, ગેસ્ટ હાઉસમાં રૂમોની કૃત્રિમ અછત: યાત્રિકો ત્રસ્ત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દિવાળી ટાણે બે ફામ ભાવ, અત્યારથીજ હાઉસ ફુલના પાટીયા
- યાત્રિકોની મજબુરીનો ગેરલાભ ઉઠાવી બે ફામ ભાવ લુંટ ચલાવતા સંચાલકો


યાત્રાધામ અંબાજી દિવાળીના મીની વેકેશનમાં સેંકડો યાત્રિકોથી ઉભરાઇ જશે. પરંતુ અહી દૂર દૂરના અંતરેથી આવતા યાત્રિકોને વિરામ કરવાની આત્યારથીજ ગંભીર સમસ્યા પ્રવર્તિ‌ છે. જ્યાં યાત્રિકોની મજબુરીનો ગેરલાભ ઉઠાવી બે ફામ ભાવ લુંટવા અત્યારથીજ હોટલો અને ગેસ્ટ હાઉસોમાં રૂમોની કુત્રિમ અછત ઉભી થવા પામી હોવાની ફરિયાદો ઉઠી છે. છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની સરહદે રાજસ્થાનના પર્યટક સ્થળ માઉન્ટ આબુ સહિ‌ત અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. જેને લઇ દિપાવલીના મીની વેકેશન દરમિયાન દૂર દૂરના અંતરેથી યાત્રિકો મા અંબાના આશિર્વાદ મેળવી અને પર્યટક સ્થળો તરફ આગળ પ્રયાણ કરે છે. એકમથી પાંચમ સુધી તો અંબાજીમાં સેંકડો યાત્રિકો અનેસહેલાણીઓથી ઉભરાઇ જાય છે.

ત્યારે અહી દૂર દૂરના અંતરેથી આવેલ યાત્રિકોને વિરામ કરવા માટે ઉઘાડી લૂંટ થતી હોવાની પ્રતિ વર્ષ ગંભીર ફરિયાદો ઉઠે છે. તંત્રની મીલી ભગતના કારણે યાત્રિકો પારવાર ઉઘાડી લૂંટનો શિકાર બની રહ્યા છે. ચાલુ વર્ષે પણ દિપાવલી દરમિયાન આવતા યાત્રિકોની મજબુરીનો ગેરલાભ ઉઠાવી બેફામ લૂંટ કરવાનો જાણે તખ્તો ઘડાયો હોય તેમ અત્યારથીજ હોટલો અને ગેસ્ટ હાઉસોમાં રૂમોની કુત્રિમ અછત વર્તાઇ છે. અને ઠેરઠેર હાઉસ ફુલના પાટીયાથી યાત્રિકો મુજવણ અનુભવી રહ્યા છે.

અંબાજીમાં આંગળીના વેઢે ગણાય તેટલી હોટલો માંજ ટેરીફના નિયમોનું પાલન થાય છે. જ્યારે મોટા ભાગની હોટલો અને ગેસ્ટ હાઉસમોમાં નિયમોનો સરેઆમ ભંગ કરી લાખોની ટેક્ષ ચોરી થતી હોવાની પણ ફરિયાદ ઉઠી છે. અબાજીમાં બારેમાસ યાત્રિકોના ઘસારો રહે છે. ત્યારે વર્ષે દહાડે કરોડોની ટેક્ષ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી છે. યાત્રિકોને દિપાવલી દરમિયાન લૂંટથી બચાવવા તંત્ર દ્વારા પણ વેકેશન દરમિયાન કામચલાઉ કચેરી કાર્યરત કરી કડક ચેકિંગ હાથ કરવામાં આવે તેવી પણ પ્રબળ માંગ ઉઠી છે.

- કડક ચેકિંગ કરાશે : પ્રાંત અધિકારી

આ અંગે પ્રાંત અધિકારી એસ.જી.ગામિતે જણાવ્યુ હતું કે 'આ બાબતે મામલતદારને કડક ચેકિંગ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.’