હિંચકાની રસ્સી ગળામાં ફસાઈ જતા અર્ધબેભાન ભાવેશ હવે ભગવાન સહારે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- તબીબોએ હાથ અધ્ધર કરી દેતાં ભાવેશ હવે ભગવાનના સહારે
- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી ભાવેશને પાછો ઘરે લવાયો

હિંચકાની રસ્સી ગળામાં ફસાઇ જતાં અર્ધબેભાન બનેલા થરાદ તાલુકાના ભાવેશને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયો હતો. પરતુ ત્યાંના તબીબોએ તેને ઘરે પાછો લઇ જઇ થઇ શકે એટલી સેવા કરવાનું જણાવતાં હવે ફકત ભગવાનના જ સહારે શ્વાસ લઇ રહ્યો છે.

૧૨ મી એપ્રિલના સવારે રમતાં-રમતાં ઝાડ વડે બાંધેલી દોરડાની રસ્સી ગળામાં ભરાઇ જતાં શ્વાસ રૂંધાવાના કારણે બેભાન બની ગયેલા થરાદ તાલુકાના વેદલા ગામના ખેતમજૂર પરિવારના ૧૦ વર્ષિ‌ય ભાવેશ દીપાભાઇ માજીરાણાને ૧૨ દિવસ શહેરની જે.જે. પટેલ હોસ્પિટલમાં ઓક્સીજન અને વેન્ટીલેટર પર આઇસીયુમાં રાખ્યાબાદ થોડી તબીયત સુધરેલી જણાતાં તેના મગજની ઇજાઓ જણાવા માટે ર૪ મી એપ્રિલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ન્યૂરોસર્જન પાસે ખસેડાયો હતો. આ અંગે દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનીક વાતચિતમાં તેના સંબંધીએ જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલમાં બે દિવસ રાખી ભાવેશના એકસરે સહિ‌તના વિવિધ રિપોર્ટ પણ કરાયા હતા.

ત્યારબાદ અમદાવાદ સિવિલના તબીબોએ ગમે ત્યાં લઇ જાઓ પરંતુ તેની સારવાર અશક્ય ગણાવી ઘેર લઇ જઇ સેવા કરવાનું જણાવતા પરિવારજનો તેને ઘરે પરત લઇ આવ્યા હતા. હાલમાં ભાવેશ કોઇપણ જાતની દવા વગર ક્યારેક એક અર્ધબેભાન હાલતમાં આંખોના પાંપણ પટપટાવી તો ક્યારેક બગાસુ ખાતો હોય તેમ મોં હલાવી અથવા હાથ ઉંચા-નીચા કરી પોતે જીંદગી સામે લડી રહ્યો હોવાની પ્રતિતી કરાવી રહ્યો છે. જોકે તબીબોએ વિશ્વાસ છોડી દેતાં ભાવેશ હવે ભગવાનના સહારે જ જીવન જીવી રહ્યો છે.

- ભાવેશની બરોળ ફાટી ગયાનું તબીબોનું નિદાન

ભાવેશના સંબધીએ જણાવ્યું હતું કે અમદાવાદા સિવિલના તબીબો એ તપાસ બાદ ભાવેશ ને મગજમાં કોઇપણ જાતની ઇજા કે બિમારી નહી હોવાનું પણ તેની બરોળ ફાટી ગઇ હોવાનુ જણાવ્યુ ંહતું. જેનો ઇલાજ વિદેશ સુધી પણ શક્યનહીં હોવાનું જણાતા ભાવેશને પાછો ઘરે લવાયો હતો. જોકે બરોળ ફાટવાનું કારણ પણ ડર ના લીધે બની શકે તેમ તબીબોએ ઉમેર્યું હતું. જ્યારે ઘરે લાવ્યા બાદ ભાવેશની તબીયતમાં થોડો સુધાર જણાતાં ભગવાન ભાવેશને પૂર્વવત બનાવે તેવી આશા અને પ્રાર્થના તેના પરિવારજનો કરી રહ્યા છે.