તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નીતા મકવાણા આત્મહત્યા કેસઃ મોડાસામાં ઠાકોર સમાજ દ્વારા મૌન રેલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ન્યાયની માંગઃ પોલીસ કવાર્ટરના બંધ મકાનમાંથી યુવતીની ગળાફાસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી
- નીતા મકવાણા આત્મહત્યા કેસમાં ન્યાયીક તપાસના મુદ્દે આવેદનપત્ર અપાયું


મોડાસાની ચકચારી ઘટના નીતા મકવાણા આત્મહત્યાકેસમાં ન્યાયીક તપાસ કરવા મંગળવારે ઠાકોર સમાજ દ્વારા મૌન રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું .ઉલ્લેખીનય છે કે નીતા મકવાણાની પોલીસ કવાર્ટરના બંધ મકાનમાંથી ગળાફાંસો ખાધેલી મળી આવેલી લાશે અનેક રહસ્યો સજર્યાં છે.

મોડાસા તાલુકા ઠાકોર સમાજ દ્વારા નીતા મકવાણા મોત પ્રકરણે પોલીસ તપાસમાં ઝડપ આવે અને આ બનાવમાં કસ્ટોડીયન ડેથનો ગુનો દાખલ કરી કસૂરવાર તમામ સામે તટસ્થ તપાસ હાથ ધરી સજા ફટકારાય તેવી માંગ સાથેનું આવેદનપત્ર પ્રાંત અધિકારી એચ.એમ.જાડેજાને આપવામાં આવ્યું હતું.

આવેદનપત્ર આપવા માટે ઠાકોર સમાજના લોકોએ ગણેશપુર (હજીરા) ખાતેથી મૌન રેલી યોજી હતી. સમગ્ર રેલીનું નેતૃતત્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, રમણસિંહ ઠાકોર, રામસિંહ (ગારૂડી), કમલેશસિંહ ભીમાવત, ડાહ્યાભાઈ ખાંટ, હિંમતસિંહ સહિ‌તના અગ્રણીઓએ લીધું હતું. સાતમા આરોપી તરીકે રીટાયર્ડ જમાદાર પ્રવિણસિંહનું નામ દાખલ કરવા અંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, આ જમાદારે નીતાને ખુબ જ ધમકાવી હોવાનું અને તેના પરિવારજનોને હેરાન કર્યા હોવાથી તેને સાતમા આરોપી તરીકે સમાવેશ કરવા માંગ કરાઈ હતી.