રિલાયન્સ ગપ્રનાં નીતા અંબાણીએ મા અંબાની આરાધના કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિલાયન્સ અને અંબાણી પરિવારના નીતાબેન અંબાણી તેમજ તેમની માતાએ બુધવારે યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાની આરાધના અને પૂજા-અર્ચના કરી ધન્યતાની લાગણી અનુભવી હતી.

રિલાયન્સ ગ્રુપના ધીરૂભાઇ અંબાણીની પુત્રવધૂ નીતા અંબાણી અને તેમના માતા પૂર્ણિમાબેન સાથે બુધવારે બપોરે દાંતાથી સડક માર્ગે અંબાજી આવી મા અંબાની પૂજા, આરતી કરી હતી. મંદિરમાં તેણીને શક્તિયંત્રની ભેટ ધરી હતી. ત્યારબાદ માતાજીની ગાદીએ જઇ ભટ્ટજી મહારાજના હસ્તે માતાજીની ચુંદડી તેમજ રક્ષાપોટલી ગ્રહણ કરી હતી. જોકે, મંદિરમાં પ્રવેશતાં જ નીતા અંબાણીએ મીડિયાથી અંતર રાખ્યું હતું. મંદિર બાદ તેણીએ ગબ્બર શક્તિપીઠના પણ દર્શન કર્યા હતા.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...