• Gujarati News
  • Nenava Check Post Rs. 42.96 Lakh Seized Alcohol filled Truck

નેનાવા ચેકપોસ્ટથી રૂ. ૪૨.૯૬ લાખનો દારૂ ભરેલી ટ્રક જપ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં પકડાયેલ દારૂને ખાલી કરવામાં આવી રહ્યો છે)
- નેનાવા ચેકપોસ્ટથી રૂ. ૪૨.૯૬ લાખનો દારૂ ભરેલી ટ્રક જપ્ત
- રાજસ્થાન સરહદેથી ગુજરાતમાં ઘૂસાડાતો ૧૨૩૬૦ બોટલ દારૂ અને ટ્રક સહિત રૂ. ૫૨.૯૬ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો


ધાનેરા : બનાસકાંઠા અને રાજસ્થાન સરહદ ઉપર આવેલી નેનાવા ચેકપોસ્ટ નજીક ગુરુવારે રાત્રે ધાનેરા પોલીસે વોચ ગોઠવી હતી. જ્યારે વહેલી સવારે રાજસ્થાન તરફથી આવી રહેલી ટ્રકને રોકાવી તલાશી લેતાં તેમાંથી રૂ. ૪૨.૯૬ લાખનો ૧૦૩૦ પેટી વિદેશીદારૂનો જથ્થો મળી આવતાં કબજે લેવાયો હતો. જ્યારે ટ્રકના ડ્રાઇવરને ઝડપી પ્રોહિબીશન એક્ટ મુજબ કાર્યવાહી કરાઇ હતી.
ધાનેરાના પીએસઆઇ જે.ડી. સુતરીયાને મળેલી બાતમીના આધારે ગુરુવારે રાત્રે રાજસ્થાન અને ગુજરાતની સરહદ ઉપર આવેલી નેનાવા ચેકપોસ્ટ ઉપર સ્ટાફ સાથે વોચ ગોઠવી હતી. ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલી ટ્રક નં. એચઆર-૭૮૨૩ ને પોલીસે રોકાવી સ્ટાફના પ્રકાશભાઇ રબારી અને ભેમજીભાઇએ તલાશી લીધી હતી. દરમિયાન ટ્રકમાં ભરેલી ૧૦૩૦ પેટીમાંથી કિંમત રૂ. ૪૨,૯૬,૦૦૦નો ૧૨૩૬૦ બોટલ દારુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારુનો જથ્થો તેમજ રૂ.૧૦ લાખની ટ્રક મળીને કુલ રૂ.૫૨.૯૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જ્યારે રાજસ્થાનમાંથી ટ્રક લઇને દારૂના જથ્થા સાથે ઘુસેલા હરિયાણાના ટ્રક ડ્રાયવર બળવંતસિંહ જોગેન્દ્રસિંહ સિન્ધુની ધરપકડ કરી પ્રોહિબીશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પાંથાવાડાના ગુંદરી અને ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ ઉપર ટ્રકો ભરીને ગુજરાતમાં દારુ ઠલવાઇ રહ્યો છે. આમ બંને રાજ્યો વચ્ચે બુટલેગરો વ્યવસ્થિત નેટવર્ક ચલાવી રહ્યું હોવાનું બહાર આવ્યું છે.