બે ગુજરાતી સારસ્વતોએ નર્મદાની ૩૨૦૦ કિ.મી.ની પરિક્રમા કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ગ્રામજનો દ્વારા બંને પદયાત્રીઓનું સામૈયુ કરાયું
પાલનપુર તાલુકાના પટોસણ ગામના બે શિક્ષકો ચાર માસ અગાઉ પટોસણ ગામેથી નર્મદા નદીની પરિક્રમા કરવા માટે નીકળ્યા હતા. જેઓ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં વહેતી નર્મદા નદીની ૩૨૦૦ કિમી લાંબી પરિક્રમા પદયાત્રાથી પૂર્ણ કરી રવિવારે વતનમાં પહોંચતાં ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું કરાયું હતું.
પટોસણ ગામના નિવૃત્ત શિક્ષક અમરાભાઇ ધુડાભાઇ મગરવાડીયા તથા પટોસણ ગામના અને હાલમાં અમદાવાદમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગીરીશભાઇ ધુડાભાઇ રાવલે નર્મદા મૈયાની પરિક્રમા કરી પ્રકૃતિની નજીક જવાના આશયથી પ નવેમ્બર,૧૩ના દિને નર્મદા નજીક ભાડ ભુતેશ્વરથી પરિક્રમાની શરૂઆત કરી હતી અને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ રાજ્યમાં ૩૨૦૦ કિમી પદયાત્રા પૂર્ણ કરી હતી.
આ અંગે અમરાભાઇ મગરવાડીયાએ જણાવ્યું કે 'પ્રકૃતિ, આત્મા અને પર્વતના મિલને પરમાત્માની અનુભૂતિ કરાવી હતી. જોકે, મહારાષ્ટ્રમાં નંદુરબાર જિલ્લાના પુલી અને શાહદા ગામો નજીક કેટલાક અસામાજીક તત્વો દ્વારા પરિક્રમા કરનારાઓને લૂટી લેવાય છે. જેથી મહારાષ્ટ્ર સરકારે આ જગ્યાએ સુરક્ષા આપવી જોઇએ.’
- જ્યાંથી પરિક્રમા શરૂ કરી ત્યાં જ પૂર્ણ કરી
પટોસણના બંને શિક્ષકોએ તા.પ નવેમ્બર,૧૩ના રોજ નર્મદા નજીક ભાડભુતેશ્વરથી પરિક્રમાની શરૂઆત કરી હતી. જેઓ નર્મદાતટની ફરતે ૪ રાજ્યોની પદયાત્રા કરી ૩ માર્ચ,૧૪ના રોજ પુન: ભાડભુતેશ્વર આવ્યા હતા અને ત્યાંથી વતન પહોંચ્યા હતા.