હોળી-ધૂળેટીમાં મોદી ફીવરઃ 'નમો’ પિચકારીએ બજારમાં મચાવી ધુમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- હોળી-ધૂળેટી પર્વમાં 'નમો’ પિચકારી ફેવરિટ
- અવનવા આકાર અને રંગની પિચકારીઓનું બજારમાં આગમન
- રૂ.૧૦થી રૂ.૪૦૦ સુધીની પિચકારી બજારમાં ઉપલબ્ધ
હોળી-ધૂળેટીના તહેવારને આડે હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાલનપુરની બજારમાં ટેન્કવાળી, પમ્પવાળી, પ્રેશરવાળી સહિ‌ત વિવિધ પ્રકારની પિચકારીઓનું આગમન થઇ ગયું છે. જેમાં નમો પિચકારી હોટ ફેવરિટ બની રહી છે. બજારમાં રૂ.૧૦થી રૂ.૪૦૦ સુધીની પિચકારીનું વેચાણ થઇ રહ્યું છે.
હોળી-ધૂળેટીના પર્વને લઇ બજારમાં ખજૂર, હારડાંની સાથે ટેન્કવાળી, પમ્પવાળી, પ્રેશરવાળી, રમકડાં ટાઇપ, છોટાભીમ, બેનટેન સહિ‌તની પિચકારીઓ જોવા મળી રહી છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ફોટા સાથે નમો લખેલી પિચકારી બાળકો અને યુવાનોમાં હોટ ફેવરિટ થઇ રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ, 'ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામની પિચકારીની ખાસી માંગ છે. આ વર્ષે બજારમાં રૂ.૧૦થી રૂ.૪૦૦ સુધીની પિચકારી ઉપલબ્ધ છે.
- કલર કરતાં ગુલાલનું મહત્વ વધ્યું
પાલનપુરના વેપારી મહેશભાઇ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, પાલનપુરના શહેરીજનો હવે કલર તથા કલરવાળી ટયૂબથી ધૂળેટી રમવી ઓછી પસંદ કરે છે. જેને લઇ તેનો વપરાશ ઘટયો છે. જ્યારે શહેરીજનો ગુલાલથી ધૂળેટી રમવાનું પસંદ કરતા હોઇ હવે ગુલાલનું ચલણ વધ્યું છે.