તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદના સણવાલના આધેડની નર્મદા નહેરમાં મોતની છલાંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અસ્થિર મગજના કારણે નહેરમાં ઝંપલાવતાં મોત

વાવ તાલુકાના સણવાલ ગામના એક આધેડે થરાદ તાલુકાની નર્મદા નહેરમાં ઝંપલાવતાં કમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અસ્થિર મગજના કારણે નહેરમાં ઝંપલાવ્યાની મૃતકના પુત્રની જાહેરાતના આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વાવ તાલુકાના સણવાલ ગામના પ૨ વર્ષીય નીલાભાઇ ગણેશભાઇ પટેલ શનિવારના સવારે નવેક વાગ્યાના સુમારે જીપમાં બેસી થરાદ આવતા હતા.

દરમિયાન જીપ ચાલક થરાદ તાલુકાના ચુડમેર ગામના પાટીયે પુલ પાસે અન્ય મુસાફરોને ઉતારી રહ્યો હતો તે વખતે મગજની અસ્થિરતા ધરાવતા નીલાભાઇ પણ ઉતરી ગયા હતા. અને ઉપસ્થિત લોકો કંઇ પણ સમજે તે પૂર્વે જ અચાનક બાજુમાં પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં છલાંગ લગાવી દીધી હતી. આથી જીપ ચાલક અને મુસાફર તથા ખેડૂતોએ તેમને બચાવવાના પ્રયાસો કરવા છતાં પણ ધસમસતા ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. આથી નગરપાલિકાના તરવૈયા સુલતાન મીરને બોલાવાતાં તેણે બે કલાકની શોધખોળ બાદ આધેડનો મૃતદેહ શોધી કાઢયો હતો આ અંગે મૃતકના પુત્ર પીરાભાઇ સગથાભાઇ પટેલની જાહેરાતના આધારે થરાદ પોલીસે અકસ્માત મોત રજીસ્ટરે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.