તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેસીબીની ટક્કર વાગતાં બાઇક સવારના બે ટૂકડા થયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેસીબીના આગળના બોર્ડર પર ટકરાતાં કરૂણ ઘટના બનવા પામી હતી

થરાદ-ડીસા હાઇવે પર જેસીબી મશીનની ટક્કર વાગતાં મોટર સાયકલ પર બેઠેલા કુચકવાડાના યુવકના શરીરના બે ટૂકડા થઇ જવા પામ્યા હતા. પોલીસે નાસી છૂટેલા જેસીબી ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવથી પંથકમાં ભારે અરેરાટી ફેલાવા પામી હતી.
થરાદ-ડીસા હાઇવે રોડ પર વાવ તાલુકાના ઢીમા ગામના હરીશચંદ્ર મોતીસીંહ દરબાર પાવડ ગામે ભજન સત્સંગમાં બુધવારની રાત્રે સાડા દસેક વાગ્યાના સુમારે જઇ રહ્યા હતા.

દરમિયાન રણછોડજીના ગોળીયા નજીક આવતાં પોતાની વેગનઆર ગાડીની લાઇટના અજવાળે એક જીજે ૮ એસી પ૦૬૩ નંબરનું મોટરસાયકલ ફંગોળાયેલી હાલતમાં અને રોડ પર ઉભેલા જેસીબી મશીન આગળ મોટર સાયકલ સવારના શરીરના બે ટૂકડા જોતાં તેઓ ચોંકી ઊઠયા હતા. આથી તેમણે એક જીપડાલામાં શરીર કપાયેલ હાલતમાં મૃતદેહને રેફરલ હોસ્પિટલમાં ખસેડયો હતો.

જ્યારે ઘટના સ્થળે જ કરૂણ અને કમકમાટી ભર્યું મૃત્યુ પામેલ વ્યક્તિ દિયોદર તાલુકાના ડુચકવાડા ગામના હરીસીંહ મફતસીંહ દરબાર હોવાનું જણાયું હતું. જેસીબી મશીનનો નંબર ન હોવાથી તેનો ચેસીસ નંબર લઇ પોલીસને આપતાં પોલીસે હરીશચંદ્રસીંહની ફરિયાદના આધારે પૂરઝડપે અને ગફલતભરી રીતે પોતાનું જેસીબી હંકારી જેસીબી મૂકી નાસી છૂટનાર ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાથી પંથકમાં ચકચાર સાથે અરેરાટી ફેલાવા પામી હતી.