તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીપોત્સવનો ઉમંગ, લાઈટીંગથી ઝગમગી ઉઠ્યા શહેર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવાળીનો પર્વ એટલે રોશનીનો પર્વ. લોકો પોતાના ઘરના ઉંબરે અગાશીએ દીપ પ્રગટાવી રોશની કરે છે. જ્યારે મકાનો, મોટી ઇમારતો, સરકારી કચેરીઓ, દુકાનોને પણ રંગબેરંગી લાઇટોથી શણગારવમાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે મોંઘવારીના કારણે મકાનો-ઇમારતો પર રોશનીનો ઝગમગાટ ઓછો જોવા મળે છે. ત્યારે ડીસામાં સ્પોર્ટસ કલબ સામે આવેલી સ્નેહકુંજ સોસાયટીના રહીશોએ સામૂહીક રીતે તમામ મકાનો રંગબેરંગી લાઇટોથી શણગારતાં રાત્રે સમગ્ર સોસાયટી રોશનીથી ઝગમગી રહી છે.

ઇમારતો રોશનીથી ઝગમગી

દીવાળી પર્વ નિમિત્તે હિંમતનગર સહિ‌ત જિલ્લાના વિવિધ સ્થળે સરકારી અને અર્ધસરકારી ઇમારતો તથા વિવિધ મંદિરોને રોશનીથી શણગારવામાં આવતા રાત્રે તેનો નજારો કઇક અલગ હતો.