• Gujarati News
  • Kumbharakhani Pregnant Woman's Suspicious Death Nipajatam Beats Svainaphaluthi

કુંભારખાની ગર્ભવતી મહિ‌લાનું શંકાસ્પદ સ્વાઇનફલૂથી મોત નિપજતાં ફફડાટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાભર અને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી

બનાસકાંઠા જિલ્લા ફરતે સ્વાઇનફલૂનો ભરડો મજબૂત બની રહ્યો છે. જ્યાં નવા કેસો ઉમેરાઇ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે ભાભર તાલુકાના કુંભારખા ગામની એક ગર્ભવતી મહિ‌લાનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ સ્વાઇનફલૂથી મોત નિપજતાં ફફડાટ પ્રસરી ગયો છે. અને જિલ્લા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જ્યાં કુંભારખા તેમજ આજુબાજુના પંથકમાં સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવી રહ્યા છે.

વાવ તાલુકાના ઘેચાણાની મહિ‌લાના કુંભારખા ગામે લગ્ન થયા હતા. તેણીની કુખે દોઢ વર્ષ પહેલા બાળકી અવતરી હતી. અને તેણી પુન: ગર્ભવતી થયે આઠ માસ થયા હતા. દરમિયાન શંકાસ્પદ સ્વાઇનફલૂના લક્ષણો જણાતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં ત્રણ દિવસ બાદ રવિવારે સાંજે ૬:૩૦ કલાકે ગર્ભવતી મહિ‌લાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની કાલીમા પ્રસરી ગઇ છે.’ પરિવારજનોએ રીપોર્ટ પોઝેટીવ આવ્યો હોવાનું જણાવ્યું હતું.

મહિ‌લા સુરત ખાતે સ્થાયી થઇ હતી
'ભાભર તાલુકાના કુંભારખાની મહિ‌લા તેણીના પરિવારજનો સાથે ધંધાર્થે સુરત રહેતી હતી. તેણી ૧૦ માર્ચના રોજ કુંભારખા ગામે સાસરીમાં આવી હતી. અને શંકાસ્પદ બિમારી જણાતાં ૧૨ તારીખે ભાભર અને મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જે બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે તેણીનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. જેથી મૃત્યુ અંગેનું કારણ જાણી શકાયું નથી.’ : એ.એચ.આચાર્ય(જિલ્લા આરોગ્ય અધિકારી, બનાસકાંઠા)

ભરોડની યુવતીને શંકાસ્પદ સ્વાઇનફલૂના લક્ષણો
વડગામ તાલુકાના ભરોડ ગામની એક ર૦ વર્ષિ‌ય યુવતીને શંકાસ્પદ સ્વાઇનફલૂના લક્ષણો જણાતાં પાલનપુર ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ત્રણ દર્દીઓના મોત થયા
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે શંકાસ્પદ સ્વાઇનફલૂના કુલ ૧૬ કેસ નોંધાયા હતા. જે પૈકી આઠ કેસ પોઝિટીવ નીકળ્યા હતા. જેમાં રાજસ્થાનના એક તેમજ બનાસકાંઠા જિલ્લાની બે મહિ‌લા મળી કુલ ત્રણ જણાના મોત નિપજ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ.