થરામાં જૈન સાધ્વી કાળધર્મ પામતાં સમાજમાં ઘેરા શોકની લાગણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-થરામાં જૈન સાધ્વી કાળધર્મ પામતાં સમાજમાં ઘેરા શોકની લાગણી
-પૂ. સાધ્વી રત્નપ્રભાશ્રીજી મ.સા. કાળધર્મ પામ્યા પાલખી યાત્રા કાઢવામાં આવી
થરામાં ચાર્તુમાસ દરમિયાન રોકાયેલા પ. પૂજ્ય આચાર્યશ્રી પ્રેમ સુરિશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તી સાધ્વીજી વિદ્યુતપ્રભાશ્રીજી મ.સા.ના શિષ્યા સાધ્વી રત્નપ્રભાશ્રીજી મ.સા. બુધવારે કાળધર્મ પામ્યા હતા. જેથી જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી અને તેમના દર્શન કરવા માટે મોટા પ્રમાણમાં જૈન સમુદાયના લોકો ઉમટી પડયા હતા.
પૂ. રત્નપ્રભાશ્રીજી મ.સા.ની પાલખી સહિ‌તના વિવિધ ચડાવા બોલવામાં આવ્યા હતા અને ગુરુવારના સવારે જૈન દેરાસર ખાતેથી કાળધર્મ પામેલા સાધ્વીજી મ.સા.ના પાર્થિ‌વ દેહને પાલખીમાં બેસાડી હાઇસ્કૂલ રોડ, મેઇન બજાર થઇ નગરપાલિકા રોડ થઇ દર્શન માટે લઇ જવાયા હતા. જેમાં અમદાવાદ, સુરત, પાટણ, મુંબઇ સહિ‌તથી જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.